PM મોદીએ 'શ્રી રામ ઘરે આવ્યા' ભજનની ગાયિકા ગીતા રબારીની કરી આવી પ્રશંસા

પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું છે કે, અયોધ્યામાં પ્રભુ રામના દિવ્ય મંદિરમા રામલલ્લાના આગમનની રાહ ખતમ થવા આવી છે. દેશભરમાં મારા પરિવારજનોને પ્રાણ પ્રતિષ્ઠાની પ્રતિક્ષા છે.

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ મોદીએ ગીતા રબારીના ભજનને કર્યુ શેર
  • ગીતા રબારી અને શ્રી રામ ઘરે આવ્યાની કરી પ્રશંસા
  • આગામી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલ્લાના સ્વાગતની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરની સાથો સાથો આખા અયોધ્યાને સજાવવામાં આવ્યું છે. પ્રણ પ્રતિષ્ટા આગામી 22 જાન્યુઆરીના રોજ છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત અનેક હસતીઓ સામેલ થશે. જો કે, તેમના આગમનને ધ્યાનને રાખીને પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદીએ ગીતા રબારીની પ્રશંસા કરી છે અને તેમના ભજન શ્રી રામ ઘરે આવ્યાને શેર કર્યુ છે. 
 
પીએમ મોદીએ ભજન શેર કર્યુ 


પીએમ મોદીએ આ ભજનના ગાયિકા ગીતા રબારીની અને ભજન બંનેને પ્રશંસા કરી છે. તેને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ પણ કર્યુ છે. પોસ્ટમાં તેઓએ લખ્યું કે, ભગવાન રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામ લલ્લાના આગમનની રાહ પૂરી થવા આવી છે. દેશભરના મારા પરિવારજનોને તેમની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રતિક્ષા છે. તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીનું આ ભજન ભાવવિભોર કરનારું છે. 

ભજનની લિંક શેર કરી 
પીએમ મોદીઆ આ પોસ્ટની સાથો સાથ શ્રી રામ ઘર આવ્યા ભજની યૂટ્યૂબ લિંક પણ શેર કરી છે. ભગવાન રામ અને અયોધ્યા વિશે ગીતા રબારીનું ગીત રામ મંદિર પર ઉત્સાહની સાથે આવ છે. આ પહેલાં પોતાના માસિક રેડિયો પ્રસારણ મન કી બાતના 108માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર અભિષેક પહેલાં પૂરા દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. 
 
લોકોએ ભજન બનાવ્યા 
પીએમ મોદીએ કહ્યું કે, લોકો રામ મંદિરના ઉદ્ઘાટનની આસપાસની ભાવનાઓને વ્યક્ત કરવા માટે અલગ અલગ માધ્યમ શોધી રહ્યા છે. તમે જોયું હશે કે છેલ્લાં કેટલાંક દિવસોમાં શ્રી રામ અને અયોધ્યાની થીમ પર અનેક ભજનો બન્યા છે. અનેક લોકો પ્રભુ રામના ભવ્ય અભિષેક કાર્યક્રમની આસપાસ છંદોની રચના કરી રહ્યા છે. જયારે અનુભવી અને જાણીતા કલાકાર ગીતા રબારી પણ આત્માને વિભોર કરનારું ભજન લઈને આવ્યા છે. એમાંથી કેટલાંક ભજનોને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.