Human Trafficking: ફ્રાંસથી ડીપોર્ભાટ કરાયેલા ભારતીય મુસાફરોની CISF દ્વારા પુછપરછ શરૂ

ફ્રાંસમાં 300 ભારતીય યાત્રીઓ સાથેનું એક પ્લેન માનવ તસ્કરીની શંકામાં પેરિસમાં રોકવામાં આવ્યું હતું. હવે ચાર દિવસ બાદ આ પ્લેન મુંબઈ પહોંચ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • રોમાનિયાનું લીજેન્ડ એરલાઈન્સનું વિમાન સવારે મુંબઈ પહોંચ્યું
  • 303 યાત્રીઓ સાથે દુબઈથી સેન્ટ્રલ અમેરિકા માટે નીકળ્યું હતું
  • ગુરુવારે ફ્રાંસના વૈટ્રી એરપોર્ટ પર તેને રોકવામાં આવ્યું હતું

મુંબઈઃ માનવ તસ્કરીની શંકામાં ફ્રાંસના પેરિસ પાસે વાટ્રી એરપોર્ટ પર જે પ્લેનને રોકવામાં આવ્યું હતું, તે આખરે આજે વહેલી સવારે ભારતીય પેસેન્જર્સને લઈને મુંબઈ પહોંચી ગયું હતુ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (CISF) દ્વારા તમામ ભારતીય મુસાફરોની પુછપરછ શરૂ કરૂ દેવમાં આવી છે. આજે મંગળવારે સવારે તે મુંબઈ પહોંચ્યું હતું. સોમવારે પ્લેને ફ્રાંસમાંથી ઉડાન ભરી હતી. જો કે, પ્લેન પાછુ ફર્યુ એમાં મોડુ એટલા માટે થયું કારણ કે 50 જેટલાં પેસેન્જર એવા હતા કે તેઓ પરત આવવા માગતા નહોતા. કારણ કે તેઓએ ફ્રાંસમાં શરણ માટે અરજી આપી હતી. બાદમાં પ્લેન કેટલાંક પેસેન્જરને ત્યાં મૂકીને મુંબઈ આવવા માટે રવાના થયું હતું. 

માનવ તસ્કરીની શંકા 
મહત્વનું છે કે, રોમાનિયાની લીજેન્ડ એરલાઈન્સમાં 303 પેસેન્જર સવાર હતા. જેમાં મોટાભાગના ભારતીયો હતા. આ પ્લેન દુબઈથી રવાના થયુ હતુ. આ પ્લેનને ફ્રાંસના વાટ્રી એરપોર્ટ પર ઈંધણ ભરવા માટે ઉતાર્યુ હતુ. આ દરમિયાન ફ્રાંસના અધિકારીઓને સૂચના મળી કે આમાં માનવ તસ્કરીના પીડિતોને લઈ જવામાં આવી રહ્યા છે. જે બાદ પ્લેનને ઉડાન ભરતા રોકવામાં આવ્યું હતું. રવિવારે ચાર જજોએ એરપોર્ટ પરિસરમાં જ પૂછપરછ કરી હતી. જે બાદ રવિવારે પરત ફરવા માટે મંજૂરી આપી હતી. 
 
11 સગીર માતા પિતા સાથે 
300 ભારતીયોમાં એક 21 મહિનાનું બાળક સહિત 11 સગીર ભારતીયો છે. જેઓ પોતાના પેરેન્ટ્સ સાથે આવ્યા હતા. જજોની પૂછપરછ દરમિયાન કેટલાંક લોકો હિંદીમાં વાતચીત કરી રહ્યા હતા. તો કેટલાંક લોકો તામિલમાં વાત કરી રહ્યા હતા. જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પ્લેનમાં સાઉથ ઈન્ડિયન્સ પણ સામેલ હતા. 

એરપોર્ટ પર જ આપી સુવિધા
ફ્રાંસે તમામ પેસેન્જર્સ માટે એરપોર્ટ પર જ રહેવા, જમવા સહિતની સુવિધાઓ આપી હતી. બાળકોના અભ્યાસ માટે ટ્યૂટર પણ રાખવામાં આવ્યા હતા. અહીં રોજ ભારતીય અધિકારીઓ તેમની મુલાકાત લેતા હતા. જો કે, ફ્રાંસે ફ્લાઈટ ઓપરેટ કરી રહેલાં પ્રાઈવેટ જેટના ક્રૂ મેમ્બર્સની પણ પૂછપરછ કરી હતી. જ્યારે સંતોષ ત્યારબાદ તેઓને પરત મોકલવામાં આવ્યા હતા.