ગીઝર વાપરતા લોકો સાવધાનઃ ગેસ ગીઝરના કારણે એક ગર્ભવતી મહિલાએ ગુમાવ્યો જીવ

ગેસ ગીઝરમાંથી ગેસનો લિક થાય અને કોઈનું તેને રિપેર કરાવવા તરફ ધ્યાન ન જાય અને બીજીબાજુ આ ગેસની ઝપેટમાં જો કોઈ વ્યક્તિ આવી જાય તો તેનું મોત થઈ શકે છે. 

Share:

બેંગ્લોરના અશ્વથાનગર વિસ્તારમાં એક હ્યદયદ્વાવક ઘટના બની છે. અહીંયા 23 વર્ષીય ગર્ભવતી મહિલા રમ્યાનું ગેસ ગીઝરમાંથી નિકળતા કાર્બન મોકોક્સાઈ ગેસના સંપર્કમાં આવવાથી મોત થયું છે. ઘટના સમયે રમ્યા પોતાના 4 વર્ષનના દિકરાને બાથરૂમમાં નવડાવી રહી હતી. અત્યારે બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયું છે અને તેની હાલત પણ ગંભીર છે. 

રમ્યાનો પતિ બપોરના સમયે જ્યારે ઘરે આવ્યો તો તેણે જોયું કે દરવાજો બધ છે. તેણે દરવાજો ખખડાવ્યો પણ કોઈએ જવાબ ન આપ્યો. બાદમાં તેણે બારીમાંથી જોયું તો બાથરૂમમાંથી પાણીનો અવાજ આવતો હતો અને બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો. બાદમાં તેણે દરવાજો તોડીને અંદર જઈને જોયું તો રમ્યા અને તેનો બાળક બંન્ને બેભાન અવસ્થામાં પડેલા હતા. 

ગેસ ગીઝર સાથે જોડાયેલા આવા કેટલાય કેસો પહેલા પણ સામે આવી ચૂક્યા છે. ઝેરીલા ગેસ જ્યારે લિક થાય છે ત્યારે તેના પર ધ્યાન આપવામાં આવતું નથી તો પછી તેના પરિણામો ઘાતક આવે છે. ખાસ કરીને વેન્ટિલેશન વગરની જગ્યાઓ પર આ ઘટના વધારે ઘટે છે. જો બાથરૂમું વેન્ટિલેશન યોગ્ય રીતે ન કરવામાં આવે તો સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. ગેસ ગીઝરમાંથી ગેસનો લિક થાય અને કોઈનું તેને રિપેર કરાવવા તરફ ધ્યાન ન જાય અને બીજીબાજુ આ ગેસની ઝપેટમાં જો કોઈ વ્યક્તિ આવી જાય તો તેનું મોત થઈ શકે છે. 

ગેસ ગીઝર સાથે જોડાયેલા આવા ઘણા કિસ્સા અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે. થોડા મહિના પહેલા, અન્ય એક દંપતી એલપીજી સિલિન્ડર સાથે જોડાયેલ ગેસ ગીઝરમાં ખામીને કારણે મૃત્યુ પામ્યું હતું, જ્યારે તેઓ બેંગલુરુના ચિક્કાજાલા વિસ્તારમાં રહેતા હતા.

Tags :