Ram Mandir: ભગવાનની મૂર્તિનો પરિરસ પ્રવેશ સંપન્ન, મોદી 21મીથી અયોધ્યામાં

પ્રાણપ્રતિષ્ઠા ક્રિયાની શરૂઆતના બીજા દિવસે કરવામાં આવેલા પરિસર પ્રવેશને અતિ પવિત્ર માનવામા આવે છે. બુધવારે અયોધ્યામાં આ ક્રિયા સંપન્ન થઈ

Courtesy: jagran

Share:

હાઈલાઇટ્સ

• પ્રાણ પ્રતિષ્ઠા ક્રિયાનો થયો આરંભ

સાત દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમા બુધવારે ભગવાન રામની મૂર્તિની આબેહૂબ મૂર્તિનો આજે પરિસર પ્રવેશ કરવામાં આવ્યો હતો. 22મીએ જે મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવનાર છે તેના જેવી જ આશરે 10 કિ.ગ્રા વજન ધરાવતી મૂર્તિને મુખ્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ નાની મૂર્તિ પણ અરુણ યોગીરાજ દ્વારા જ બનાવવામાં આવી છે અને મંત્રોચ્ચાર વચ્ચે હવન કુટીમાં મુકવામાં આવી છે.

Uttar Pradesh | Puja rituals ahead of the pranpratishtha ceremony underway in the presence of Shri Ram Janmabhoomi Teerth Kshetra trust member and 'Yajman' Anil Mishra at the garbhagriha of Ram Temple in Ayodhya.

(Pics: VHP spokesperson Sharad Sharma) pic.twitter.com/lBEjFnown7
— ANI (@ANI) January 17, 2024

સ્થાનિક સમાચાર માધ્યમોના જણાવ્યા અનુસાર આ મૂર્તિ ચાંદીની છે.

આ સાથે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે અને હવે 22મી જાન્યુઆરીને મુખ્ય મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે. બુધવારે મૂર્તિને એક પાલખીમાં મુકીને આખા મંદિરનું ભ્રમણ કરાવામાં આવ્યું હતું જે દરમિયાન મુખ્ય પુજારીએ મંત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત વહેલી સવારે સરયુ નદી પાસે કળશ પુજા પણ કરવામાં આવી હતી.

Ayodhya ram mandir
Ayodhya ram mandir Jagran