Pariksha Pe Charcha: 1 કરોડથી વધારે વાલીઓ, વિદ્યાર્થિઓ અને શિક્ષકો વડા પ્રધાન સાથે પરીક્ષા પર ચર્ચા કરશે

5મી જાન્યુઆરી સુધીમાં 90 લાખ વિદ્યાર્થિઓ, 8 લાખથી વધુ શિક્ષકો અને 2 લાખથી વધુ વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.

Courtesy: PIB X account

Share:

હાઈલાઇટ્સ

  • આશરે 4000 લોકો જેમાં વિદ્યાર્થિઓ, વાલીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે તેઓ વડા પ્રધાનને રૂબરુ સવાલ પુછી શકશે.
  • આ કાર્યક્રમમાં પરીક્ષાને લગતાં સવાલો વડા પ્રધાનને પુછવામાં આવે છે જેમાં સ્ટ્રેસ, એંઝાઈટી અને ડીપ્રેશનને લગતાં સવાલો હોય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા અસંખ્ય વિદ્યાર્થિઓ અને વાલીઓ સાથે પરીક્ષા અને તેના લગતાં પ્રશ્નો પર ચર્ચા કરે છે.
આ ઈવેન્ટ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને આ વખતે આ રજીસ્ટ્રેશનમાં લગભગ 1 કરોડ જેટલા વાલીઓ અને વિદ્યાર્થિઓએ
નોંધણી કરાવી છે જેમની સાથે વડા પ્રધાન પોતે સંવાદો કરશે તેમ કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પરીક્ષા પે ચર્ચાએ એક એવી ઈવેન્ટ છે જેમાં વડા પ્રધાન દેશના વિદ્યાર્થિઓ, વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા પેલા સંવાદો કરે છે. આ કાર્યક્રમમાં પરીક્ષાને
લગતાં સવાલો વડા પ્રધાનને પુછવામાં આવે છે જેમાં સ્ટ્રેસ, એંઝાઈટી અને ડીપ્રેશનને લગતાં સવાલો હોય છે. 
આ ઈવેન્ટની 7મી આવૃત્તિ આ વખતે 29મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં આવેલા ભારત મંડપમમાં યોજાશે. 
શિક્ષણ મંત્રાલય દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આશરે 4000 લોકો જેમાં વિદ્યાર્થિઓ, વાલીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે તેઓ વડા પ્રધાનને 
રૂબરુ સવાલ પુછી શકશે. આ ઉપરાંત કલા ઉત્સવ અને વીર ગાથા કાર્યક્રમના વિજેતા એવા દરેક રાજ્યમાંથી બે વિદ્યાર્થિઓ અને એક શિક્ષકોને સ્પેશિયલ 
ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી શકે છે. 
શિક્ષણ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક નિવેદનમાં એવું જણવામાં આવ્યું હતું કે 5મી જાન્યુઆરી સુધીમાં 90 લાખ વિદ્યાર્થિઓ, 8 લાખથી વધુ શિક્ષકો અને 
2 લાખથી વધુ વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. જે એવું દર્શાવે છે તમામ લોકો વડાપ્રધાનને મળવા અને તેમનું માર્ગદર્શન લેવા માટે ઉત્સુક છે. 
ગયા વર્ષે આશરે 38 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાનમાં શિક્ષણ મંત્રાલયે 12મી જાન્યુઆરીછી 23મી જાન્યુઆરી દરમિયાન અનેક જુદી જુદી
ઈવેન્ટનું આયોજન કર્યું છે. જે પૈકી અનેક પ્રવૃત્તિઓ શાળા લેવલે પણ યોજવામાં આવશે.