પાકિસ્તાનથી આવેલી Seema પ્રેગ્નેન્ટ છે! હૈદરે જણાવ્યું ક્યારે બનશે મા

પાકિસ્તાની સીમા હૈદર પબજી ગેમ રમતા રમતા નોઈડામાં રહેતા સચીન મીણાના પ્રેમમાં પડી હતી. એ પછી તે ચાર દેશોની સરહદ ક્રોસ કરીને ભારતમાં દાખલ થઈ હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ના હોય, સીમા હૈદર ગર્ભવતી છે! કર્યો મોટો ખુલાસો
  • 2024માં સચિનના બાળકની તે માતા બનશે
  • પબજી ગેમ રમતા રમતા તે સચિનના પ્રેમમાં પડી હતી

દિલ્હીઃ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરી માત્ર ભારતમાં જ નહીં આખા પાકિસ્તાનમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે નવા વર્ષની શરુઆત થવાની સાથે સીમા હૈદરે એક ગૂડ ન્યૂઝ આપ્યા છે. સીમા હૈદર આ વર્ષે જ સચિન મીણાના બાળકની મા બનવાની છે. મહત્વનું છે કે, સીમા હૈદર પબજી ગેમ રમતા રમતા સચિનના પ્રેમમાં પડી હતી અને પછી તે દુબઈ, નેપાળના રસ્તે થઈ ભારતમાં ઘુસી હતી. એ સમયે સીમા અને સચિનની લવ સ્ટોરી ચર્ચાનો વિષય બન્યો હતો. 

સીમા હૈદરનો ખુલાસો 
એક ન્યૂઝ ચેનલે આપેલા ઈન્ટરવ્યૂમાં સીમાએ જણાવ્યું કે, તે ટૂંક સમયમાં જ સચિનના બાળકની માતા બનવાની છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે આ હોળી પહેલાં માતા બનશે. એના જવાબમાં તેણે જવાબ આપ્યો કે, આટલું જલ્દી તો નહીં, પણ હા તેનું અને સચિનનું એક બાળક ચોક્કસ હશે. સીમા હૈદર ગર્ભવતી છે કે નહીં તે અંગે સચિનના પિતા અને સીમાના સસરાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેઓએ એવું કહ્યું કે, તેઓએ સીમા હૈદરનો હાથ જોયો છે અને તેને છોકરો થશે. તેઓએ એવો દાવો પણ કર્યો કે, તેઓએ અત્યારસુધી જેનો પણ હાથ જોયો છે એ વાત ક્યારેય ખોટી પડી નથી. 

ગેમ રમતા પ્રેમમાં પડી
બીજી તરફ, સીમા હૈદર પણ કહી રહી છે કે તે ઈચ્છે છે કે તેનું અને સચિનનું એક બાળક હોય. મહત્વનું છે કે, પબજી ગેમ રમતા રમતા સીમા સચિનના પ્રેમમાં પડી હતી. એ પછી તે ગેરકાયદે નેપાળના રસ્તે થઈને ભારતમાં ઘુસી હતી. એ પછી તે સચિનના ગામમાં પહોંચી હતી. એ પછી સીમાએ એવો દાવો પણ કર્યો હતો કે, તેણે અને સચિને નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા. એ પછી બંનેના લગ્નના કેટલાંક ફોટા પણ સામે આવ્યા હતા. 

2024માં બનશે મા 
સીમાએ આ દરમિયાન એવું પણ કહ્યું કે, 2024માં તેમના ઘરે એક નવા મહેમાનનું આગમન થવાનું છે. જો કે, ભારતમાં આવ્યા પછી સીમા પર એવા આરોપો લાગ્યા હતા કે તે પાકિસ્તાની જાસૂસ છે. બાદમાં ભારતીય એજન્સીઓએ અનેકવાર તેની પૂછપરછ કરી હતી. ત્યારે સીમાએ પણ એવું કહ્યુ હતું કે, ભલે તેનો જીવ જતો રહે પણ તે ક્યારેય પાકિસ્તાન પરત નહીં ફરે. જો કે, સીમા તેના ચાર બાળકો સાથે સચિનના ઘરે પહોંચી હતી.