રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ, ગુજરાતના 10,000 થી વધારે દિવાઓથી રોશન થશે 10 થી વધારે રાજ્યો

દેશભરના વ્યાપારીઓએ માટીના દિવા અને માટીના અલગ-અલગ ડિઝાઈનના દિવાઓ માટે અમદાવાદના સરખેજ અને બાકરોલના કેટલાક માટીના દિવા બનાવતા પરિવારો પાસેથી લાખોની સંખ્યામાં માટીના દિવા ખરીદવાનું શરૂ કરી દિધું છે.

Share:

ભારત સહિત વિશ્વના તમામ રામ ભક્તોને 550 વર્ષોથી જે પાવન ઘડીનો ઈંતજાર હતો એ ઘડી આખરે આવી ગઈ છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણાધિન ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. તોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ એક જનસભાને સંબોધીત કરતા દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે, 22 જાન્યુઆરીના રોજ આખા દેશમાં ઘરે-ઘરે દિપ પ્રજ્વલીત કરવા અને ભગવાન રામનું રામનું સ્વાગત કરવું. 

ત્યારબાદ હવે દેશભરમાં માટીના દીવાની માંગ ખૂબજ વધી ગઈ છે. દેશભરના વ્યાપારીઓએ માટીના દિવા અને માટીના અલગ-અલગ ડિઝાઈનના દિવાઓ માટે અમદાવાદના સરખેજ અને બાકરોલના કેટલાક માટીના દિવા બનાવતા પરિવારો પાસેથી લાખોની સંખ્યામાં માટીના દિવા ખરીદવાનું શરૂ કરી દિધું છે. 

અમદાવાદના સરખેજ અને બાકરોલમાં 200 થી વધારે પ્રજાપતિ પરિવારો માટીના વાસણો બનાવવાનું કામ કરે છે. અહીંયા 70 થી વધારે પરિવારો માત્ર માટીના દિવા બનાવવાનું કામ કરે છે. આમાં એક પરિવાર લગભગ 25 થી 35 લાખ માટીના દિવા બનાવે છે. આ પ્રકારે અહીંયા દર વર્ષે કરોડો દિવા બનાવાય છે.