Doctors: પ્રિસ્કીપ્શન હોય કે રીપોર્ટ કેપિટલમાં જ લખો... હાઈકોર્ટે કર્યો આદેશ

કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એસકે પાણિગ્રહીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખતી વખતે ડોક્ટરોના બેદરકાર વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે આ પ્રિસ્ક્રીપ્શન વાંચવામાં અસમર્થતાને કારણે, ન્યાયિક પ્રણાલી માટે તેને સમજવું અને ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ બની જાય છે.

Share:

હાઈલાઇટ્સ

  • જસ્ટિસ એસકે પાણિગ્રહીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખતી વખતે ડોક્ટરોના બેદરકાર વલણ પર ચિંતા વ્યક્ત કરી
  • કોર્ટે કહ્યું કે, કાં તો ડોક્ટર કેપિટલમાં પ્રિસ્ક્રીપ્શન લખે અથવા તો ટાઈપ કરીને આપે જેથી વાંચવામાં સરળતા રહે

ડોક્ટોરની પ્રસ્કિપ્શન લખવાની ઉતાવળ ઘણી વાર પેશન્ટ અને મેડિકલ સ્ટોરના ડ્રગીસ્ટ માટે તકલીફ બની જાય છે. ડક્ટરો શું લખે છે એ ઘણીબધી વાર ખબર જ નથી પડતી અને પરિણામે પેશન્ટે ફરીથી હોસ્પિટલમાં પુછવા જવુ પડે છે. આ બાબત પર ધ્યાન ત્યારે ગયું જ્યારે ઓરિસ્સાના એક કેસમાં હાઈકોર્ટને જ તબીબે લખેલા રિપોર્ટમાં ખબર ના પડી. અંતે ઓરિસ્સા હાઈકોર્ટે મુખ્ય સચિવને આદેશ આપ્યો કે રાજ્યમાં ડોક્ટરો પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ અને પ્રિસ્ક્રિપ્શન્સ સરસ રીતે અને મોટા અક્ષરોમાં અથવા સુવાચ્ય હસ્તાક્ષરમાં લખે તે સુનિશ્ચિત કરો. કોર્ટે કહ્યું કે, ડોક્ટર્સ કોઈપણ રિપોર્ટ અથવા પ્રિસ્ક્રિપ્શન કેપિટલમાં જ લખે હાઈકોર્ટે એક કેસની સુનાવણી કર્યા પછી 4 જાન્યુઆરીએ આદેશ આપ્યો હતો જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચવામાં અસમર્થ હોવાનું જણાયું હતું. રિપોર્ટ લખનાર ડોક્ટરને સમજાવવા બોલાવવા પડ્યા. આ કેસમાં સાપ કરડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આના પર પીડિતાના પિતાએ કોર્ટમાં વળતરની માંગણી કરી હતી જ્યારે તહેસીલદારે તેની અરજી ફગાવી દીધી હતી.

કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એસકે પાણિગ્રહીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખતી વખતે ડોક્ટરોના બેદરકાર વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે આ પ્રિસ્ક્રીપ્શન વાંચવામાં અસમર્થતાને કારણે, ન્યાયિક પ્રણાલી માટે તેને સમજવું અને ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ બની જાય છે. આને ધ્યાનમાં રાખીને, મુખ્ય સચિવને તમામ તબીબી કેન્દ્રો, ખાનગી ક્લિનિક્સ, મેડિકલ કોલેજો અને હોસ્પિટલોને એક પરિપત્ર જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આમાં, તેમને સ્વચ્છ અને સરળતાથી વાંચી શકાય તેવા અક્ષરોમાં લખવા અથવા પ્રિસ્ક્રિપ્શન્સ અને મેડિકો-લીગલ રિપોર્ટ માટે ટાઇપ કરેલા ફોર્મનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.