પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડાને પતિની ક્રૂરતા ન કહી શકાયઃ કેરળ હાઈકોર્ટનો ચૂકાદો

કેરળ હાઈકોર્ટે પોતાની પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપમાં એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે કારણ કે, ફરિયાદી પક્ષ ક્રૂરતા કે ત્રાસ આપવામાં આવ્યો છે તે વાત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 

Share:

કેરળ હાઈકોર્ટે પોતાની પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપમાં એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે કારણ કે, ફરિયાદી પક્ષ ક્રૂરતા કે ત્રાસ આપવામાં આવ્યો છે તે વાત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 

ન્યાયમૂર્તિ જોનસન જોનની એકલ પીઠે કહ્યું કે, દહેજની કોઈપણ માંગને પૂરી કરવામાં નિષ્ફળ રહેવાના કારણે પત્ની સાથે ક્રૂરતા અથવા ઉત્પિડનનો કોઈ સંતોષજનક પુરાવો નથી. ફરીયાદી  પક્ષ તરફથી કહેવામાં આવ્યું કે, પતિના ત્રાસના કારણે પત્ની ડરી ગઈ હતી. અને તેને સતત એ વાતનો ડર સતાવતો હતો કે ઘર બનાવવા માટે તે પીયરથી પૈસા નહીં લાવે તો તેનો પતિ તેને મારશે. 

સામાન્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચેના મતભેદને કારણે નાના ઝઘડાઓ અથવા દુર્વ્યવહારના છૂટાછવાયા બનાવો આઈપીસીની કલમ 498A હેઠળ ગુનો સ્થાપિત કરવા માટે પૂરતા નથી. હાઈકોર્ટે કહ્યું, "આ દર્શાવે છે કે કોઈ પુરાવા નથી કે મૃતકે તેના મૃત્યુ પહેલા આરોપી સામે ખરાબ વર્તન અંગે કોઈ પણ સત્તાધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી અને જો હકીકતમાં, તેણીને શારીરિક કે માનસિક રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય, તો ચોક્કસપણે તેણીએ સંબંધિત અધિકારીઓને યોગ્ય ફરિયાદ કરી હોવી જોઈએ.