Bihar માં રાજકીય ખેંચતાણ વચ્ચે નીતિશે નવી ટીમ જાહેર કરી: વાંચો વધુ વિગતો!

બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારે પાર્ટીની નવી ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં લલનસિંહને જગ્યા નથી મળી. પરંતુ કેસી ત્યાગીને મહત્ત્વની જવાબદારીઓ સોંપાઈ છે.

Share:

બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમારે પાર્ટીની નવી ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં લલનસિંહને જગ્યા નથી મળી. પરંતુ કેસી ત્યાગીને મહત્ત્વની જવાબદારીઓ સોંપાઈ છે. આ ટીમમાં જૂના નેતાઓને પણ જગ્યા આપી છે. રાજ્યસભા સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહને જેડીયુનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. આ સિવાય વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ કેસી ત્યાગીને રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ સીએમ નીતિશના રાજકીય સલાહકાર બનાવવામાં આવ્યા છે.

નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ શનિવારે તેના રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં 22 લોકોના નામ સામેલ કરાયા છે. પરંતુ પાંચ સાંસદોને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. મંગની લાલ મંડલના સ્થાને રાજ્યસભાના સભ્ય અને પૂર્વ રાજ્ય JDU અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મંગની લાલ મંડલ હવે જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ બનશે. કેસી ત્યાગીને ફરીથી જેડીયુના રાજકીય સલાહકાર અને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. સાંસદ ડો. આલોક કુમાર સુમન પાર્ટીના રાષ્ટ્રીય ખજાનચી તરીકે યથાવત રહેશે.

નીતિશ કુમારની જેડીયુના રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદીમાં 15 લોકોને રાષ્ટ્રીય મહાસચિવનું પદ આપવામાં આવ્યું છે. આમાં મોટાભાગના નામ એવા છે જેઓ અગાઉ રાષ્ટ્રીય મહાસચિવનું પદ પણ સંભાળી ચૂક્યા છે. જેમાં રાજ્યસભાના સભ્ય રામનાથ ઠાકુર, પૂર્વ સાંસદ મંગની લાલ મંડલ, જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અલી અશરફ ફાતિમી, વિધાન પરિષદ અફાક અહમદ ખાન, પૂર્વ મંત્રીઓ ભગવાન સિંહ કુશવાહ, રામસેવક સિંહ, પૂર્વ રાજ્યસભા સભ્ય કહકશાં પરવીન, વિધાન પરિષદ કપિલ હરિશ્ચંદ્ર પાટીલ, રાજમાન સિંહ અને એન્જિનિયર સુનીલનો સમાવેશ થાય છે.