ભારત-પાકિસ્તાન વચ્ચે વાત ન થઈ તો ગાજા-પેલેસ્ટાઈન જેવી હાલત હશેઃ ફારુક અબ્દુલ્લા

પીએમ મોદીની ટિપ્પણી કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યાં સુધી વાતચીત શરુ નહીં થાય તો ગાજા અને પેલેસ્ટાઈન જેવી હાલત થશે. તેઓએ ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતની વાત કરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ કરી વાત
  • કહ્યું-ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત જરુરી છે
  • નહીં તો અમારી સ્થિતિ ગાજા જેવી થઈ જશે

નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદોના ઉકેલ લાવવા માટે વાતચીત જરુરી છે. તેઓએ એવું કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં તો ગાજા અને પેલેસ્ટાઈન જેવી સ્થિતિ હશે. ગાજા પટ્ટીમાં હાલ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી પણ વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. 

વાતચીત જરુરી 
વર્ષોથી ચાલતા આવતા વિવાદોના નિરાકરણ માટે પીએમ મોદીની નિંદા કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યાં સુધી વાતચીત નહીં થાય ત્યાં સુધી અમારી હાલત ગાજા જેવી જ થવાની છે. શ્રીનગરના સાંસદ ફારુક અબ્દુલ્લાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કર્યો હતો કે, આપણે આપણા દોસ્ત બદલી શકીએ છીએ, પણ પાડોશી નહી. 

પાકિસ્તાન વાતચીત માટે તૈયાર 
ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે, પીએમ મોદીએ એવું પણ કહ્યું હતું કે, યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી. વિવાદોને બેસીને વાતચીત કરીને પણ ઉકેલી શકાય છે. તો વાતચીત ક્યાં છે. નવાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવાના છે અને તેઓ કહી રહ્યાં છે કે તેઓ ભારત સાથે વાતચીત માટે તૈયાર છે. પણ કારણ શું છે કે, આપણે વાતચીત કરવા માટે તૈયાર નથી. 

ગાજા જેવી સ્થિતિ 
તેઓએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, જો વાતચીત કરીને આપણે સમાધાન નહીં લાવીએ તો અમારી સ્થિતિ પણ ગાજા અને પેલેસ્ટાઈન જેવી થઈ શકે છે. જેના પર હાલ ઈઝરાયલ સતત બોમ્બમારો કરી રહ્યો છે.