લંડનમાં અંબાણીની મોટી ડિલઃ Disney સાથે થયો કરાર, હવે મનોરંજન ક્ષેત્રે રિલાયન્સનો ડંકો વાગશે!

મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ કથિત રીતે ગત સપ્તાહે લંડનમાં વોલ્ટ ડિઝની કંપની સાથે એક Non-Binding ટર્મ શીટ સાઈન કરી છે.  

Share:

હાઈલાઇટ્સ

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આ ડીલને જાન્યુઆરી 2024 ના અંત સુધીમાં ફાઈનલ થવાની આશાઓ રાખી રહી છે
  • આ ડિલ બાદ મુકેશ અંબાણીની રિલાયન્સના હાથમાં ઓછામાં ઓછી 51 ટકા સાથે સૌથી મોટી ભાગીદારી હશે

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને દેશની સૌથી મુલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણીએ એક મોટી ડિલ કરી છે. હવે અંબાણી એન્ડ ફેમિલીનો એન્ટરટેઈનમેન્ટ અને મીડિયા માર્કેટમાં દબદબો વધી જશે. મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ કથિત રીતે ગત સપ્તાહે લંડનમાં વોલ્ટ ડિઝની કંપની સાથે એક Non-Binding ટર્મ શીટ સાઈન કરી છે.  

લાંબા સમયથી આ ડિલને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે એક મોટો દાવ રમવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીની કંપની ભારતીય મીડીયા અને એન્ટરટેઈનમેન્ટ માર્કેટમાં પોતાનો દબદબો વધારવા માટે અમેરિકાની કંપની બોલ્ટ ડિઝની કોર્પોરેશન સાથે વાતચીત કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કંપનીએ લંડનમાં મોટી ડિલ કરી છે. આમાં કહેવામાં આવ્યું છે કે, 51:49 સ્ટોક અને કેશ મર્જરને ફેબ્રુઆરી 2024 સુધી અંતિમ રૂપ આપવામાં આવશે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આ ડીલને જાન્યુઆરી 2024 ના અંત સુધીમાં ફાઈનલ થવાની આશાઓ રાખી રહી છે. રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે, આ ડિલ બાદ મુકેશ અંબાણીની રિલાયન્સના હાથમાં ઓછામાં ઓછી 51 ટકા સાથે સૌથી મોટી ભાગીદારી હશે. તો વોલ્ટ ડિઝની પાસે આ મર્જર વાળી કંપનીમાં 49 ટકા જેટલી ભાગીદારી હશે. આ ડીલને લઈને સાઈન ગત સપ્તાહે કરવામાં આવી હતી. આમાં કહેવામાં આવ્યું છે કે, JioCinema પણ આ ડીલનો ભાગ હશે.