Video: ધોનીએ એક વ્યક્તિને આપી ગજબની સલાહ... સારું ખાવું હોય તો પાકિસ્તાન જાઓ!

વિડીયો જોતા લાગી રહ્યું છે કે, ધોની કોઈ હોટલના રિસેપ્શન પર ઉભા છે. ધોની અને રિસેપ્શનિસ્ટ વચ્ચે ફૂડને લઈને ચર્ચા થઈ રહી છે.

Share:

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન M S Dhoni નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થયો છે. માહી આ વિડીયોમાં એક વ્યક્તિ સાથે વાત કરતા તેને સારું ફૂડ જોઈતું હોય તો પાકિસ્તાન જવાની સલાહ આપતા દેખાઈ રહ્યા છે. જો કે, ધોનીની આ એડવાઈઝ એ વ્યક્તિ બીલકુલ માનવા માટે તૈયાર નથી. તો આવો શું છે આખો મામલો? સમજીએ...

Dhoni

ધોનીનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોતા લાગી રહ્યું છે કે, ધોની કોઈ હોટલના રિસેપ્શન પર ઉભા છે. ધોની અને રિસેપ્શનિસ્ટ વચ્ચે ફૂડને લઈને ચર્ચા થઈ રહી છે. દરમિયાન, ધોનીએ પાકિસ્તાનમાં ઉપલબ્ધ સ્વાદિષ્ટ ભોજનના વખાણ કર્યા અને તે વ્યક્તિને કહ્યું કે તમારે ઓછામાં ઓછું એક વખત પાકિસ્તાન જઈને ભોજન કરવું જોઈએ.

જો કે, વિડીયો જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે ધોની આ આખીય વાત મજાકીયા અંદાજમાં કહી રહ્યા હોય. એટલે કે ધોની હોટલના રિસેપ્શન પર બેઠેલા વ્યક્તિ સાથે મજાક કરી રહ્યા છે. 

રિસેપ્શન પરનો માણસ ધોનીની વાત સાંભળે છે અને વળતો જવાબ આપે છે, “જો તમે સારું ખાવાનું કહો છો, તો પણ હું ત્યાં નહીં જઈશ. મને ખાવાનું ગમે છે, પણ હું ત્યાં જઈશ નહીં.” આ પછી બંને હસવા લાગે છે, કારણ કે બંને જાણે છે કે પાકિસ્તાન પ્રત્યે ભારતીયોમાં કેટલો ગુસ્સો જોવા મળે છે. MS ધોની તેની કારકિર્દીમાં એકવાર પાકિસ્તાનની મુલાકાતે ગયો છે, જે તેની કારકિર્દીનો પ્રારંભિક પ્રવાસ હતો.

Tags :