Amreli: પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યુ અમરેલીમાં યોજાશે સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા

કલા વિશે લોકોમાં જાગૃત્તિ આવે, કળાક્ષેત્રની પ્રતિભાઓથી સૌ પરિચિત થાય, કલાકારોને તેમની સુષુપ્ત શક્તિઓને વિકસાવવાની તક મળે, સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ થાય તે ઉદ્દેશ્ય સાથે "સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા" યોજાશે અને ખેલાડીઓને ખેલકૂદ માટે માધ્યમ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે "સાંસદ ખેલ સ્પર્ધા"નું આયોજન કરવામાં આવશે. 

Share:

હાઈલાઇટ્સ

  • અમરેલી જિલ્લાના રમતવીરો માટે વિવિધ રમતોમાં અલગ-અલગ વયજૂથ માટે તાલુકાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે
  • તાલુકાકક્ષાની આ સ્પર્ધાઓ પૂર્ણ થયેથી અમરેલી જિલ્લાકક્ષાએ સ્પર્ધા યોજાશે

સ્પોર્ટ્સ અત્યારના યુવાનો માટે ખૂબજ મહત્વનું બની ગયું છે. કારણ કે, સ્પોર્ટ્સ ગેમ્સ રમવાથી શરીર અને મગજ બંન્નેનું સારુ ઘડતર થાય છે. કેટલીક ગેમ્સમાં મગજ કસીને શ્રેષ્ઠ બુદ્ધીમત્તા સાથે તે ગેમ રમવાની હોય છે તો અમૂક ગેમ્સ એવી પણ હોય છે કે જ્યાં શારીરિક રીતે મહેનત કરવાની હોય છે અને એમાં બાળકનું શરીર ઘડાય છે અને તંદુરસ્તી વધે છે. 

ત્યારે અમરેલી જીલ્લામાં, આગામી સમયમાં “સાંસદ ખેલ સ્પર્ધા”  અને “સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા”નું ખાસ આયોજન કરવામાં આવશે. આ વિષય પર જાણકારી આપવા માટે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે માહિતી આપી કે, આગામી સમયમાં અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધાનું ખાસ આયોજન કરવામાં આવશે. 

કલા વિશે લોકોમાં જાગૃત્તિ આવે, કળાક્ષેત્રની પ્રતિભાઓથી સૌ પરિચિત થાય, કલાકારોને તેમની સુષુપ્ત શક્તિઓને વિકસાવવાની તક મળે, સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ થાય તે ઉદ્દેશ્ય સાથે "સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા" યોજાશે અને ખેલાડીઓને ખેલકૂદ માટે માધ્યમ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે "સાંસદ ખેલ સ્પર્ધા"નું આયોજન કરવામાં આવશે. 

અમરેલી જિલ્લાના રમતવીરો માટે વિવિધ રમતોમાં અલગ-અલગ વયજૂથ માટે તાલુકાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષાની આ સ્પર્ધાઓ પૂર્ણ થયેથી અમરેલી જિલ્લાકક્ષાએ સ્પર્ધા યોજાશે.  વિવિધ સ્પર્ધાઓના જિલ્લાકક્ષાના વિજેતા ખેલાડીઓને મંત્રીજી તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
 
Tags :