હત્યાના પ્રયાસના કેસમાં ભાજપ MLA પ્રિતમ લોઢીના પુત્રની ધરપકડ, શું છે સમગ્ર મામલો?

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભાજપના દબંગ ધારાસભ્ય પ્રિતમ લોઢીના પુત્ર દિનેશ લોઢીની હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના રવિવાર (31 ડિસેમ્બર)ની રાત્રે બની હતી, જે સીસીટીવીમાં પણ કેદ થઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગ્વાલિયરમાં BJP MLAના પુત્રની ધરપકડ કરવામાં આવી
  • સ્કોર્પિયોથી વ્યક્તિને કચડીને મારવાના પ્રયાસનો આરોપ છે

MP News: ગ્વાલિયર પોલીસે ભાજપના ધારાસભ્ય પ્રીતમ લોઢીના પુત્ર દિનેશ લોઢીની હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર .31 ડિસેમ્બરની રાત્રે એક વ્યક્તિ જે તેના બાળકો સાથે ઘરની બહાર ઊભો હતો ત્યારે દિનેશે કથિત રીતે તેની SUV વડે કચડીને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. ગ્વાલિયર પોલીસે જણાવ્યું કે, દિનેશ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો હેઠળ 307 (હત્યાના પ્રયાસની સજા) સહિત કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

ગ્વાલિયર પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ કથિત રીતે ફરિયાદી પર સ્પોર્ટિંગ યુટિલિટી વ્હીકલ (SUV) ચલાવવાનો પ્રયાસ કર્યો હતો જે તેના બાળકો સાથે તેના ઘરની બહાર ઊભો હતો. મીડિયાએ એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ નિરંજન શર્માને ટાંકીને જણાવ્યું હતું કે, ફરિયાદી રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે તે જ્યારે તેના બાળકો સાથે તેના ઘરની બહાર ઊભો હતો ત્યારે આરોપી દિનેશ લોઢીએ તેના પર એસયુવી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદીએ કહ્યું કે લોઢી તેને મારવા માંગતો હતો પરંતુ તેણે ઝડપથી તેના ઘરની અંદર જઈને પોતાને બચાવી લીધા. આરોપીએ આ વાહન ગેટમાં ઘૂસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે યાદવના પુત્રને ઈજાઓ પહોંચી છે.

SP શર્માએ વધુમાં જણાવ્યું હતું કે એસયુવી જપ્ત કરવામાં આવી છે અને આરોપીને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો છે. ગ્વાલિયર પોલીસ સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જલાલપોર વિસ્તારના રહેવાસી પ્રિતમ લોઢી તાજેતરમાં શિવપુરી જિલ્લાના પિછોર મતવિસ્તારમાંથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ભાજપની ટિકિટ પર ચોથી વખત ચૂંટણી લડ્યા હતા.