મળો 23300 કરોડ રુપિયાની નેટવર્થવાળી અબજોપતિની દીકરીને, પોતાના દમ પર ચલાવે છે 82492 કરોડની કંપની

Suneeta Reddy: એક એવી મહિલા કે જે પોતાના પિતાની કંપની ચલાવવામાં તેમની મદદ કરી રહી છે. તેમનું નામ છે સુનિતા રેડ્ડી. તે એપોલો હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને હૃદય રોગના નિષ્ણાંત પ્રતાપ રેડ્ડીના દીકરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • પહેલી જાન્યુઆરી 2024 સુધી તેમની કુલ સંપતિ 23300 કરોડ રુપિયા
  • અપોલો હોસ્પિટલની માર્કેટ કેપ્ટલાઈઝેશન 82492 કરોડ રુપિયા છે
  • કેટલાંક વર્ષો સુધી સુનીતા રેડ્ડી હેલ્થકેર કાઉન્સેલિંગના અધ્યક્ષ રહ્યા

Suneeta Reddy: તમે અનેક બિઝનેસ વિશે સાંભળ્યું હશે, જેઓએ શૂન્યમાંથી શરુઆત કરી હોય. ત્યારે આજે આવા જ એક કિસ્સાએ તમામનું ધ્યાન દોર્યું છે. આવું જ એક કામ એક બિઝનેસની દીકરીએ કરી બતાવ્યું છે. એક એવી મહિલા કે જેણે પોતાના પિતાની કંપની ચલાવવા માટે મદદ કરી. તેમનું નામ છે સુનિતા રેડ્ડી. તેઓ એપોલો હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર છે અને હૃદય રોગના નિષ્ણાંત પ્રતાપ રેડ્ડીના દીકરી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેઓએ 1983માં અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી હતી. 

સામ્રાજ્ય પણ ખૂબ મોટુ 
સુનીતા રેડ્ડીના પિતા પ્રતાપ રેડ્ડી કંપનીના ચેરમેન છે અને અમેરિકામાથી પરત ફર્યા બાદ તેઓએ આની સ્થાપના કરી હતી. ફોર્બ્સના જણાવ્યા મુજબ, પહેલી જાન્યુઆરી 2024 સુધી તેમની કુલ સંપતિ 23300 કરોડ રુપિયા છે. સુનીતા રેડ્ડીએ 1983માં જ હોસ્પિટલમાં કામ કરવાની શરુઆત કરી હતી. તેમના નેતૃત્વમાં આ હોસ્પિટલ આજે ખૂબ જ ખ્યાતિ પામી છે. તે એક અગ્રણી સંસ્થા બનીને દેશમાં સામે આવી છે. સોમવારે સામે આવેલાં આંકડા મુજબ, અપોલો હોસ્પિટલની માર્કેટ કેપ્ટલાઈઝેશન 82492 કરોડ રુપિયા છે. 
 
આનો અભ્યાસ કર્યો 
સુનીતા રેડ્ડી પાસે ચેન્નાઈની સ્ટેલે મેરિસ કોલેજમાંથી જનસંપર્ક, અર્થશાસ્ત્ર અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી છે. બાદમાં તેઓએ ચેન્નાઈમાં ઈનસ્ટિટ્યૂટ ઓફ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચમાંથી ફાઈનાન્શિયલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યુ. તેઓએ અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ઓનર-પ્રેસિડન્ટ મેનેજમેન્ટનો પ્રોગ્રા પૂરો કર્યો. તે પોતાના ફિટનેસ પર પૂરતુ ધ્યાન આપે છે. સુનીતા રેડ્ડી પાસે ઈન્દોરની મેસ યુનિવર્સિટીમાંથી જીવન વિજ્ઞાનમાં માનદ ડોક્ટરેટની પદવી પણ છે. 

હવે આટલો મોટો હોદ્દો 
કેટલાંક વર્ષો સુધી સુનીતા રેડ્ડી હેલ્થકેર કાઉન્સેલિંગના અધ્યક્ષ રહ્યા હતા. જે એક મહત્વપૂર્ણ સંગઠન છે અને ભારતમાં સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રને સારુ બનાવવાનું કામ કરે છે. પોતાના કરિયરમાં તેઓએ હોસ્પિટલોના નિર્માણ અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેટલીક નવી હોસ્પિટલો બનાવી અને કેટલીક હોસ્પિટલમાં સુધારો કરાવી સુવિધાઓ પૂરી પાડી. સુનીતા રેડ્ડી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલ બંનેમાં જ એડવાઈઝરી બોર્ડના સભ્ય છે.