Love Triangle: યુવતીએ Insta પર મેસેજ કરતા નવા BFએ જૂનાને છરીના 50 ઘા મારીને પતાવી દીધો

દિલ્હીમાં માહિર ઉર્ફે ઈમરાનની એક યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીતના વિવાદમાં હત્યા કરવામાં આવી છે. મૃતકની ફોન કોલ ડિટેઈલ અને સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Courtesy: પ્રતિકાત્મક તસવીર

Share:

હાઈલાઇટ્સ

  • દિલ્હીના ગોકલપુરી વિસ્તારનો હૃદય કંપાવનારો કિસ્સો
  • ઇન્સ્ટાગ્રામ પર વાત કરવા બદલ પ્રેમિકાના મિત્રની હત્યા

દિલ્હીના ગોકલપુરી વિસ્તારમાંથી હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 18 વર્ષના છોકરાએ 20 વર્ષના યુવકને ઈન્સ્ટાગ્રામ પર છોકરી સાથે વાત કરવા પર હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી અરમાનની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ મૃતક ઇમરાન ઉર્ફે માહિર અને હત્યારો અરમાન બંને એક જ યુવતી સાથે વાત કરતા હતા. પોલીસનું માનવું છે કે અરમાને બુધવારે રાત્રે ઉત્તરપૂર્વ દિલ્હીના ભાગીરથી વિહારમાં માહિરને ચપ્પાના 50 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધરપકડ બાદ હત્યારા અરમાનને પોલીસે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

મળતી માહિતી મુજબ, અરમાન અને માહિર બંને એક જ યુવતીને ડેટ કરી રહ્યા હતા, જેને તેઓ ઈન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. જો કે, આ ઇન્સ્ટાગ્રામ રોમાંસ ટૂંક સમયમાં જ એક મોટા ગુનામાં ફેરવાઈ ગયો અને ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું. અરમાન નહોતો ઈચ્છતો કે યુવતી માહિર સાથે વાત કરે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એકવાર, અરમાને એક વીડિયો કોલ દરમિયાન માહિર સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. આરોપીને લાગ્યું કે છોકરીએ માહિરનો પક્ષ લીધો.

અરમાને યુવતી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. તેણે યુવતીનો મોબાઈલ પણ છીનવી લીધો હતો. માહિર સાથે શરૂ થયેલો આ વિવાદે અરમાનના દિલમાં બદલાની ભાવના જગાવી અને તેણે માહિર પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું. તેણે યુવતીનો ફોન પરત કરવાના બહાને માહિરનો સંપર્ક કર્યો હતો. જ્યારે માહિર ફોન પાછો લેવા ગયો ત્યારે અરમાને તેના પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી.

અરમાન, તેના મિત્રો ફૈઝલ (21) અને મોહમ્મદ સમીર (19) સાથે બાદમાં પોલીસે મહિલાના નિવેદન અને અન્ય આધાર પુરાવાના આધારે ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે પોલીસને બુધવારે રાત્રે ભાગીરથી વિહારમાં રોડ કિનારે માહિરનો મૃતદેહ મળ્યો હતો. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં માહિરના શરીર પર છરીના અનેક ઘા જોવા મળ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલી છરી મળી આવી હતી. ફોરેન્સિક ટીમે પુરાવા એકત્રિત કર્યા, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીટીબી હોસ્પિટલમાં મોકલી આપ્યો. માહિર મધ્ય દિલ્હીના પહાડગંજમાં ફ્લેક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તપાસ દરમિયાન, પોલીસે ગુનાના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને મૃતકની કોલ વિગતો મેળવી. 

હત્યા પહેલા માહિર એક આરોપી સાથે ફોન પર વાત કરતો હોવાનું બહાર આવ્યું છે. અરમાન અને માહિર બંને ઘણીવાર એક જ યુવતી સાથે વાત કરતા હતા. જ્યારે પૂછપરછ કરવામાં આવી, ત્યારે મહિલાએ પુષ્ટિ કરી કે અરમાને માહિર સાથેની વીડિયો ચેટ જોયા બાદ તેનો ફોન બળજબરીથી લઈ લીધો હતો. મહિલાના નિવેદન અને ઘટના સમયે આરોપીના લોકેશનના આધારે પોલીસે ત્રણેય લોકોની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Tags :