ચીનના રવાડે ચડીને પસ્તાશે માલદીવ્સઃ હવે ત્યાંના વડાપ્રધાને ભારત પર આડકતરી રીતે કર્યા પ્રહાર

મુઈજ્જુએ કહ્યું કે, અમે ભલે નાનો દેશ છીએ પરંતુ એનો અર્થ એ નથી કે કોઈ અમને કંઈપણ કહી જાય. જો કે, મુઈજ્જુએ પ્રત્યક્ષ રીતે કોઈ વ્યક્તિ કે દેશનું નામ લીધું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેમણે આ વાત આડકતરી રીતે ભારતને ઉદ્દેશીને કહી છે. 

Share:

ચીનના પ્રવાસે જઈ આવેલા માલદીવના નવા વડાપ્રધાનને ચીન સાથે થોડા સંબંધો શું વિકસ્યા કે તરત જ પાંખો આવી ગઈ છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ચીનના પાંચ દિવસીય પ્રવાસ બાદ તેમના દેશમાં પાછા ફર્યા છે. તેમણે માલદીવ પાછા ફરતા જ કહ્યું છે કે, અમને ધમકાવવાનું લાઈસન્સ કોઈની પાસે નથી. 

મુઈજ્જુએ કહ્યું કે, અમે ભલે નાનો દેશ છીએ પરંતુ એનો અર્થ એ નથી કે કોઈ અમને કંઈપણ કહી જાય. જો કે, મુઈજ્જુએ પ્રત્યક્ષ રીતે કોઈ વ્યક્તિ કે દેશનું નામ લીધું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેમણે આ વાત આડકતરી રીતે ભારતને ઉદ્દેશીને કહી છે. 

ચીનના સમર્થક મનાતા મુઈજ્જુએ પાંચ દિવસના પોતાના ચીન પ્રવાસ દરમીયાન રાષ્ટ્રપતિ શી જિનપીંગ સાથે મુલાકાત કરી હતી. તેમનો આ પ્રવાસ એવા સમયે થયો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનારા માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દેવાયા. આ મામલાને લઈને ભારત અને માલદીવ બંન્ને દેશોમાં રાજદ્વારી વિવાદ વધી ગયો છે. 

મુઈજ્જુ જ્યારથી માલદીવ્સના નવા વડાપ્રધાન બન્યા, ત્યારથી તેમનું વલણ ચીન તરફ વધારે રહ્યું છે. પરંતુ નવા-નવા વડાપ્રધાન બનેલા મુઈજ્જુને ખબર નથી કે, ચીનના રવાડે જે દેશ ચડ્યા છે તે બરબાદ થયા છે. શ્રીલંકા અને પાકિસ્તાન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. ચીનના રવાડે ચડીને શ્રીલંકા અને પાકિસ્તાનનો સમય એવો આવી ગયો કે ત્યાં લોકોને ખાવાના ફાંફા પડવા લાગ્યા.