બિહારમાં નિમ્ન સ્તરની રાજનીતિઃ એક પોસ્ટરને લઈને છંછેડાયો વિવાદનો મધપૂડો!

ભાજપે ટ્વીટ કરીને કહ્યું છે કે, અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા ફરી સામે આવ્યો ઈંડી અલાયંસનો રામ વિરોધી ચહેરો.

Share:

જેડીયુ માટે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા બિહારના સીએમ નીતિશ કુમાર બીજેપી સાથે જશે તેવા સમાચારો બાદ બિહારની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિવાદ RJD ના એક પોસ્ટરને લઈને થઈ રહ્યો છે. પોસ્ટરમાં મંદિરને અંધવિશ્વાસ સાથે જોડવામાં આવ્યું છે તો સ્કુલને પ્રકાશ સાથે જોડવામાં આવી છે. દેશના પ્રથમ શિક્ષિકા કહેવાતા સાવિત્રી બાઈ ફૂલેના વિચારો દ્વારા મંદિર VS સ્કુલ ની ચર્ચાઓ છેડનારું પોસ્ટર RJD ધારાસભ્ય ફતે બહાદુર સિંહે પૂર્વમુખ્યમંત્રી રબડી દેવીના ઘરની બહાર લગાવ્યું છે. 

પોસ્ટર સામે આવતા જ બીજેપીએ આરજેડી પર શાબ્દિક પ્રહારો શરૂ કર્યા છે. ભાજપે ટ્વીટ કરીને કહ્યું છે કે, અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા ફરી સામે આવ્યો ઈંડી અલાયંસનો રામ વિરોધી ચહેરો. રાષ્ટ્રીય જનતા દળે પોસ્ટર લગાવીને મંદિરને માનસિક ગુલામીનું પ્રતિક ગણાવ્યું છે. 

જેડીયુએ પણ પોસ્ટર પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ધર્મ વિરૂદ્ધ બોલનારા લોકોની સાથે નથી. જેડીયુ પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, ફતે બહાદુર સિંહે પોતાનું નામ મદલીને કાયર બહાદુર સિંહ રાખી લેવું જોઈએ. તેમણે કહ્યું કે, આસ્થાનું અપમાન કરનારા લોકોને અમે સબક શીખવાડીશું. 

બીજેપીની ટીકા બાદ જેડીયુએ કડક શબ્દોમાં RJD ને ચેતવણી આપી દિધી છે. RJD સાંસદ મનોજ ઝાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેમની પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે. જો કે, મનોજ ઝાએ પોતાના ધારાસભ્યનો બચાવ કરતા કહ્યું કે, ભાજપને સમાજ સુધારકોના વિચારોનું જ્ઞાન નથી એટલા માટે તે પોસ્ટરને લઈને વિવાદ કરી રહી છે.

RJD એ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, પોસ્ટરને લઈને થયોલા વિવાદને JDU, RJD થી અલગ થવાના બહાના તરીકે ઉપયોગ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, 22 જાન્યુઆરી આસપાસ તે આ પોસ્ટર વિવાદનો સહારો લઈને ભાજપની પડખે આવી શકે છે.