Rahul Gandhi: ફડણવીસનો કટાક્ષઃ કહ્યું, રાહુલ ગાંધી અમારા માટે વરદાન છે

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, કોંગ્રેસની હાલત આવી શા માટે થઈ તે વીશે પાર્ટીએ પોતે વિચારવું પડે.

Share:

હાઈલાઇટ્સ

  • દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જોત-જોતામાં કોંગ્રેસમાં કાર્યકર્તાઓ ખતમ થઈ ગયા છે
  • નેતાઓ મોટા થતા ગયા અને પાર્ટી નાની થતી ગઈ

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ શાબ્દિક પ્રહારોના યુદ્ધ રાજકીય પાર્ટીઓ વચ્ચે જામવા લાગ્યા છે. ત્યારે આ કડીમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સાથે જ તેમણે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પર આકરા શાબ્દિક કટાક્ષ કર્યા છે. ડેપ્યુટી CM એ કહ્યું કે, રાહુલ ગાંધી અમારા માટે ઈશ્વર તરફથી મળેલું વરદાન છે. વિરોધ પક્ષના નેતા તેમના જેવા જ હોવા જોઈએ. 

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, કોંગ્રેસની હાલત આવી શા માટે થઈ તે વીશે પાર્ટીએ પોતે વિચારવું પડે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી એક સમયે કેવી રીતે થતી હતી, તે બધાને ખ્યાલ છે. એક સ્થાનિક નેતા કોઈને બોલાવતા હતા અને તેમને પૈસા આપવામાં આવતા હતા. આમાંથી તેઓ સદસ્ય બનાવતા હતા અને અધ્યક્ષની ચૂંટણી બતાવાતી હતી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જોત-જોતામાં કોંગ્રેસમાં કાર્યકર્તાઓ ખતમ થઈ ગયા છે. નેતાઓ મોટા થતા ગયા અને પાર્ટી નાની થતી ગઈ. ભાજપની વાત કરીએ તો અહીંયા કાર્યકર્તા જ અમારા કદ્દાવર નેતા છે. આ માત્ર ભાજપમાં જ શક્ય છે. ભાજપ નેતાઓને ખ્યાલ છે કે પોતાનું નેતૃત્વ જે મોટું થયું છે તે પોતાના કાર્યકર્તાઓના કારણે મોટું થયું છે. આજે જે દેખાઈ રહ્યું છે તે પીએમ મોદીના કારણે થઈ રહ્યું છે. તેઓ 24 કલાક કામ કરે છે.