Kolkata: ગંગાસાગરમાં વિખૂટા પડી ગયેલા દંપતિનું 13 વર્ષે પોલીસના પ્રયત્નોથી થયું પુનઃ મિલન

આ પુરૂષ દર વર્ષે ગંગાસાગરના મેળામાં તેની પત્ની અને બાળકની શોધ કરવા માટે આવતો હતો. તેને વિશ્વાસ હતો કે, એક દિવસ તેને તેની પત્નિ અને બાળક મળી જ જશે. 

Share:

હાઈલાઇટ્સ

  • આખરે આ ભાઈ થાકીને ઘરે નિકળી ગયા અને પછી જીવનમાં બીજીવાર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો
  • છેલ્લા 13 વર્ષથી કદાચ આ પુરૂષ ખરેખર દુઃખી હશે કારણ કે તેની પત્ની અને ફૂલ જેવું નવજાત બાળક ખોવાઈ ગયા હતા

વાત 13 વર્ષ પહેલા છત્તિસગઢથી કોલકત્તા આવેલા એક દંપતિની છે. આ બંન્ને પતિ-પત્ની 13 વર્ષ પહેલા સારવાર માટે કોલકત્તા આવ્યા હતા. પતિ, તેની પત્નીની માનસિક સારવાર કરાવવા માટે આવ્યો હતો. બાદમાં બંન્નેને ગંગાસાગરના મેળામાં જવાની ઈચ્છા થતા તેઓ ત્યાં ગયા. પરંતુ આ પુરૂષ ભીડમાં તેની પત્ની અને બાળકને ખોઈ બેઠો. ઘણું શોધ્યું પણ તેની પત્ની અને બાળક મળ્યા જ નહીં. 

આખરે આ ભાઈ થાકીને ઘરે નિકળી ગયા અને પછી જીવનમાં બીજીવાર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. છેલ્લા 13 વર્ષથી કદાચ આ પુરૂષ ખરેખર દુઃખી હશે કારણ કે તેની પત્ની અને ફૂલ જેવું નવજાત બાળક ખોવાઈ ગયા હતા. બાદમાં તે દર વર્ષે ગંગાસાગરના મેળામાં તેની પત્ની અને બાળકની શોધ કરવા માટે આવતો હતો. તેને વિશ્વાસ હતો કે, એક દિવસ તેને તેની પત્નિ અને બાળક મળી જ જશે. 

કોલકાતા પોલીસે 2010માં માનસિક રીતે અશક્ત લલિતની પત્નીની ધરપકડ કરી હતી. ગુરબારી બારથના ખોળામાં 11 દિવસનું બાળક હતું. તે એરપોર્ટ નજીકથી પકડાઈ હતી. પોલીસે તેમને બચાવ્યા. આ પછી નવજાતને બીસી રોય ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. લલિતની પત્ની પોલીસને કોઈ માહિતી આપી શકી ન હતી. આ પછી કોર્ટના આદેશ પર ગુરબારીને પાવલોવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરબારીની સારવાર શરૂ થઈ. ઘણા દિવસોની સારવાર બાદ ગુરબારી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. ત્યારબાદ પોલીસે પૂછપરછ અને માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી. જો કે, ગુરબારી ભૂતકાળની ઘણી બાબતોને ભૂલી ગઈ હતી. કોલકાતા પોલીસના સબ ઈન્સ્પેક્ટર મૌસુમી ચક્રવર્તી અને વિશ્વજીત સિંહા મહાપાત્રા ગુરબારીના નિવેદન પર કામ કરતા રહ્યા.

આ પછી ફૂલબાગન પોલીસ સ્ટેશનના OC સુરજીત બંદ્યોપાધ્યાયે બિલાસપુર પોલીસનો સંપર્ક કર્યો. તેમાંથી અમને ગુરબારીના પતિના ઘરનું સરનામું મળ્યું. તેમનું ઘર છત્તીસગઢના શક્તિ પોલીસ સ્ટેશનના કિરારી ગામમાં છે. ત્યારબાદ શક્તિ પોલીસ સ્ટેશનમાંથી એક વ્યક્તિને કિરારી ગામમાં મોકલવામાં આવ્યો અને ગુરબારીની તસવીરો પરિવારના સભ્યોને વોટ્સએપ પર મોકલવામાં આવી. પરિવારના સભ્યોએ ગુરબારીને જોઈને ઓળખી લીધી હતી. ત્યારબાદ પોલીસે તેના પતિ લલિતને જાણ કરી હતી. 13 વર્ષ બાદ લલિત પત્નીને શોધવા દોડી આવ્યો હતો. તે તેના પુત્ર અને પત્નીને લઈ ગયો. આ રીતે લલિતે એક ગંગાસાગરમાં તેની પત્ની ગુમાવી અને તેને બીજા ગંગાસાગરમાં પાછી મેળવી.