રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે કર્ણાટક સરકારે રામ મંદિરના કાર્યકરો પર થયેલા 30 વર્ષ જૂના કેસ ખોલ્યા

આ કેસ 30 વર્ષ જૂના કેસ છે. પોલીસની એક વિશેષ ટીમે 1992 ના રામ મંદિર સંબંધિત કેસોમાં સંદિગ્ધોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • હિંદૂ સંગઠનોએ કોંગ્રેસની વર્તમાન સરકારની નિંદા કરી છે.
  • આ જ પ્રકારે હુબલી પોલીસે 300 સંદિગ્ધોનું એક લિસ્ટ બનાવ્યું છે

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ શુભ કાર્યમાં માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ રામ ભક્તો આવશે. કેટલાય દિગ્ગજ વ્યક્તિઓને પણ નિમંત્રણ કાર્ડ મોકલી દેવામાં આવ્યું છે. અયોધ્યાના જાહેર ચોકથી લઈને ગલીઓ સુધી સજાવટના કાર્યો પણ કરાઈ રહ્યા છે. દેશના ખૂણે ખૂણાથી અયોધ્યામાં સાધુ સંતો પણ આવી પહોંચશે. પરંતુ આ રામ મંદિર નિર્માણ થાય એમાટે કેટલાય લોકોએ પોતાના પ્રાણની આહુતી આપી છે. 1992 માં બાબરી મસ્જિદનો ઉપરી ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. લાખો કાર સેવકોએ આંદોલન કરીને રામ મંદિર નિર્માણ માટે બલીદાન આપ્યું હતું. 

ત્યારે કર્ણાટક પોલીસે રામ મંદિર કાર્યકર્તાઓ વિરૂદ્ધ તપાસના કેસો ખોલી નાંખ્યા છે. આ કેસ 30 વર્ષ જૂના કેસ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસની એક વિશેષ ટીમે 1992 ના રામ મંદિર સંબંધિત કેસોમાં સંદિગ્ધોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. જેના કારણે ઈસ્લામાવાદીઓ દ્વારા હિંસાની ઘટનાઓ ઘટી અને આંતરસાંપ્રદાયીક સંઘર્ષો થયા. 

આ સિવાય 5 ડિસેમ્બર 1992 ના રોજ એક મુસ્લીમની દુકાનને આગ લગાવવાની કથીત ઘટના મામલે શ્રીકાંત પૂજારીની હુબલી પોલીસે અટકાયત કરી છે. પુજારી આ મામલે ત્રીજો પ્રતિવાદી છે અને પોલીસ અન્ય 8 પ્રતિવાદીઓની શોધખોળ કરી રહી છે. પુજારીને કોર્ટની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. આ જ પ્રકારે હુબલી પોલીસે 300 સંદિગ્ધોનું એક લિસ્ટ બનાવ્યું છે. 

ત્યારે આ વાતને લઈને હિંદૂ સંગઠનોએ કોંગ્રેસની વર્તમાન સરકારની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકાર અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની પૃષ્ઠભૂમિ વિરૂદ્ધ ભાજપા અને હિંદુ સંગઠનોના ઘર-ઘર અભિયાનને સહન નથી કરી શકતી. અને એટલે જ 30 વર્ષ જૂના કેસોમાં તપાસ કરવા માટે આ રણનીતિનો ઉપયોગ કરી રહી છે.