ઝારખંડઃ દિકરીના રડવાથી માતા ડિસ્ટર્બ થઈ, દિકરીની ગળુ દબાવી ક્રુરતાથી કરી હત્યા!

આરોપી મહિલાની ઓળખ અફસાના ખાતૂન તરીકે થઈ છે. આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. 

Share:

ઉત્તરાખંડના ગિરિડીહ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા એક મહિલાએ કથિત રીતે પોતાના બે વર્ષના દિકરાનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી મહિલાની ઓળખ અફસાના ખાતૂન તરીકે થઈ છે. આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. 

જ્યારે મહિલા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી ત્યારે તેનું બાળક સતત રડી રહ્યું હતું. બાળકના રડવાથી આ મહિલાને ફોન પર વાત કરવામાં ડિસ્ટર્બ થતું હતું. આ વાતને લઈને મહિલાને ગુસ્સો આવતા તેણીએ બાળકની હત્યા કરી નાંખી હતી. આ સમગ્ર મામલે જાણકારી મળતા જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને પોતાના કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. 

બાળકના દાદા રોજન અંસારી પોતાની વહુ પર પૌત્રીની હત્યાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, અફસાનાએ કથીત રીતે પોતાના પતિ સાથે ઝઘડા બાદ તેના નાના દિકરા સાથે પોતાને એક રૂમમાં બંધ કરી લીધી હતી. તેમણે જણાવ્યું કે, બાળકી જ્યારે રડવા લાગી તો તેણીએ બાળકીનું ગળુ દબાવી તેની હત્યા કરી નાંખી.

Tags :