જયપુરઃ ક્રિસમસ પાર્ટીમાં બે કપલ્સ વચ્ચે થઈ માથાકૂટ... હોટલની બહાર suv ચઢાવીને મહિલાની હત્યા!

આ એક ઈરાદાપૂર્વક કરવામાં આવેલી એક ઘાતક હત્યા છે

Share:

જયપુરના પોશ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટની સામે એક મહિલાની ગાડી નીચે કચડીને હત્યા કરી દેવામાં આવી. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત તેના મિત્રો પણ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા છે. આ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલલી રહી છે તો વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. 

આ ઘટના જવાહર સર્કલ ક્ષેત્રમાં આવેલા ગીરધર માર્ગની છે. પોલીસ અનુસાર ઉમા સુધાર અને રાજકુમાર સોમવારની રાત્રે એસએલ માર્ગ સ્થિત એક રેસ્ટોરન્ટની બહાર ક્રીસમસ પાર્ટી મનાવવા માટે ગયા હતા. રાજકુમાર એ હોટલમાં પાર્ટનર છે. પોલીસે જણાવ્યું કે, છત પર ચાલી રહેલા નિર્માણ કાર્યને જોયા બાદ રાજકુમાર અને ઉમા રાત્રે આશરે 11 વાગ્યે ડિનર લેવા માટે રેસ્ટોરન્ટમાં આવ્યા હતા.


આ દરમિયાન આરોપી મંગેશ પણ ત્યાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડ્રિંક કરી રહ્યો હતો. થોડા સમય બાદ તેમણે કમેન્ટ કરવાનું શરૂ કરી દિધું. જ્યારે રાજકુમારે વિરોધ કર્યો તે મંગેશે કહ્યું કે તે તેને પહેલેથી જ જાણે છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે રાજકુમારની ફરિયાદ પર એફઆઈઆરના હવાલે પોલીસે જણાવ્યું , બાદમાં ચારેય લોકો એક સાથે બેઠા અને સામાન્ય વાત થઈ જો કે, મંગેશે ઉમાને ટચ કરવાનો પ્રયત્ન કર્યો હતો.  

બાદમાં સવારે 5 વાગ્યે ઉમા અને રાજકુમાર રેસ્ટોરન્ટમાંથી નિકળ્યા અને ઉમાએ કેબ બુક કરી. ત્યારે મંગેશ અને તેની પ્રેમિકા પણ બહાર પહોંચ્યા અને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા. પોલીસે જણાવ્યું કે, ઝઘડો વધી ગયા બાદ મંગેશ પણ ત્યાં ગયો અને પોતાની SUV લઈને પરત આવ્યો. બાદમાં તેણે કેબની રાહ જોઈ રહેલા રાજકુમાર અને ઉમા પર ગાડી ચડાવી દિધી. 

Tags :