જેલમાં બંધ કેદીઓ પણ કરી શકશે રામ લલ્લાના દર્શનઃ થશે લાઈવ પ્રસારણ

આ પાવન અવસર પર ઉત્તર પ્રદેશની સરકારે જેલોમાં બંધ કેદીઓ માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ બતાવવા માટેની વ્યવસ્થા કરી છે. 

Share:

હાઈલાઇટ્સ

  • અયોધ્યામાં થવા જઈ રહેલા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને આખા રાજ્યમાં એક અલગ જ પ્રકારનો માહોલ છે
  • રામચરીત માનસના અખંડ પાઠનું આખા રાજ્યમાં આયોજન કરવામાં આવી રહ્યું છે

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતો અને વિશિષ્ટ લોકો અયોધ્યામાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદીએ આ દિવસે આખા દેશમાં દિપ પ્રજ્વલીત કરીને દિવાળી મનાવવા માટે આહ્વાન કર્યું છે. આ પાવન અવસર પર ઉત્તર પ્રદેશની સરકારે જેલોમાં બંધ કેદીઓ માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ બતાવવા માટેની વ્યવસ્થા કરી છે. 

અયોધ્યામાં થવા જઈ રહેલા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને આખા રાજ્યમાં એક અલગ જ પ્રકારનો માહોલ છે. ચારેબાજુ ભગવાન રામના ભવ્ય મંદિરને લઈને ચર્ચાઓ થઈ રહી છે. 

શહેરો અને ગામડાઓમાં શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. ભજન-કિર્તનના આયોજનો થઈ રહ્યા છે. રામચરીત માનસના અખંડ પાઠનું આખા રાજ્યમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. રામ ભક્તોમાં ખૂબજ ઉત્સાહ છે. આને ધ્યાને રાખતા યોગી સરકારે પણ એક મોટું પ્લાનિંગ કરીને રાખ્યું છે કે જેથી દરેક વ્યક્તિ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ જોઈ શકે. 

જેલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સીધુ પ્રસારણ થશે 
યુપીના મંત્રી ધર્મવીર પ્રજાપતિ જણાવ્યું કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા ભગવાન રામજીના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ જેલમાં બંધ કેદીઓ પણ જોઈ શકશે. 

તેમણે કહ્યું કે, તમામ જેલ અધિક્ષકોને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું સીધુ પ્રસારણ કરાવવાની વ્યવસ્થા કરવા માટે કહેવાયું છે. ધર્મવીર પ્રજાપતિએ કહ્યું કે, પદભાર ગ્રહણ કરતાની સાથે જ જેલોમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.