ISRO વધુ એક ઈતિહાસ રચવાની નજીક, Aditya L1 સૂર્યને કરશે પ્રણામ

ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય એલ1 આજે સાંજે ચાર વાગે પોતાના પડાવે પહોંચી જશે. જે બે વર્ષ સુધી સૂર્યનું રિસર્ચ કરશે. ઈસરોએ આ મિશન ગઈ 2 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કર્યુ હતુ.

Share:

હાઈલાઇટ્સ

  • આદિત્ય એલ1 આજે તેના અંતિમ પડાવમાં પહોંચશે
  • બે વર્ષ સુધી રહીને તે સૂર્યનો અભ્યાસ કરશે
  • ગઈ 2 સપ્ટેમ્બરે ઈસરોએ સૂર્ય મિશન લોન્ચ કર્યુ હતુ

નવી દિલ્હીઃ ચાંદ પર મિશન સફળ થયા બાદ ભારત વધુ એક ઈતિહાસ રચવા માટે જઈ રહ્યું છે. સૂર્ય મિશન પર નીકળેલું ઈસરોનું આદિત્ય એલ1 શનિવારે સાંજે ચાર વાગે પોતાના પડાવ પર પહોંચશે. સાથે જ એલ1 અંતિમ કક્ષામાં સ્થાપિત થઈ જશે. અહીં આદિત્ય એલ1 બે વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે અને મહત્વપૂર્ણ આંકડા મેળવશે. ઈસરોએ આદિત્ય એલ1ને બે સપ્ટેમ્બરના રોજ લોન્ચ કર્યુ હતુ. 

હેલો ઓર્બિટ તરીકે ઓળખાય છે
એલ1 પોઈન્ટની આસપાસના વિસ્તારને હેલો ઓર્બિટ તરીકે ઓળખાય છે. જે સૂર્ય અને પૃથ્વીની પ્રણાવી વચ્ચે હાજર છે. જે મુખ્ય પાંચ સ્થળોમાનું એક છે. એલ1 બિંદુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિમી દૂર છે. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરથી માત્ર એક ટકા છે. બંને પિંડો વચ્ચેનું કુલ અંતર 14.96 કરોડ કિમી છે. ઈસરોના એક વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, હેલો ઓર્બિટ સૂર્યની ચારેકોર અને પૃથ્વીની ફરતી ધરી સાથે સાથે ફરશે. 

પહેલીવાર આવો પ્રયાસ 
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના ડિરેક્ટર અન્નપૂર્ણા સુબ્રમણ્યમે જણાવ્યું કે, અંતિમ પડાવમાં પહોંચવું એ ખૂબ જ મહત્વનું છે. આવું પહેલીવાર છે કે ઈસરો આવો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, આ અભિયાનની સફળતા માટે આખો દેશ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છે. કારણ કે સાત પેલોડ અને ઘટનાઓનું એ રિસર્ચ કરશે. 

છેલ્લો પડાવ મહત્વનો 
આદિત્ય એલ1 15 લાખ કિમીના લાંબા સફર બાદ અંતિમ પડાવમાં પહેલીવાર પહોંચી ચૂક્યું છે અને તે ખૂબ જ મહત્વનું છે. શનિવારની સાંજે આદિત્ય એલ1 પોતાના પડાવ પર પહોંચી જશે. થ્રસ્ટર્સની મદદથી આદિત્ય એલ1ને હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. જેથી સૂર્યને અલગ અલગ દિશામાંથી જોઈ શકાય. એલ1 બિંદુ પર રહેવાથી આ પૃથ્વીના સતત સંપર્કમાં રહેશે, એવું ઈસરોના પ્રમુખ એસ સોમનાથે જણાવ્યું હતું.