Ayodhyaમાં આવી રહ્યું છે 18,000 કરોડ રૂપીયાનું investment: લાખો લોકોને મળશે રોજગાર!

અયોધ્યામાં હોટલ ઈન્ડસ્ટ્રી, નાના વ્યાપારી અને ત્યાંના લોકલ ઉદ્યોગ હવે વિશ્વ ફલક પર પોતાની એક આગવી ઓળખ બનાવશે. આનાથી લાખો લોકોને રોજગાર મળશે.

Share:

હાઈલાઇટ્સ

  • અત્યારે અયોધ્યામાં પર્યટનથી સંબંધિત 126 પરિયોજનાઓ પૂર્ણ થવાની છે. આમાંથી 46 માં MOU સાઈન કરી દેવામાં આવ્યા છે જ્યારે 80 MOU પેન્ડિંગ છે.
  • Taj, Marriott, Ginger, Oberoi, Trident, અને Radisson જેવી હોટલ કંપનીએ કરોડોનું રોકાણ કર્યું છે

22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસીક કાર્યક્રમ યોજાવાનો છે. આની રાહ આખો દેશ જોઈ રહ્યો છે. આ દિવસ ન માત્ર ભારતીય ઈતિહાસ માટે ખાસ થનારો છે પરંતુ દેશના ભવિષ્ય પર પણ તે પોતાની છાપ છોડી જશે. આ દિવસે ભગવાન રામ અયોધ્યા આવી રહ્યા છે. બીજી એક દ્રષ્ટીએ જોઈએ તો ભગવાન રામની સાથે અહીંયા ડેવલપમેન્ટ (વિકાસ) આવી રહ્યો છે. 
રામ મંદિરનું ઉદ્ઘાટન અયોધ્યા અને આસપાસના જિલ્લાઓના વિકાસની ગતીમાં એક બુસ્ટર ડોઝનું કામ કરવા જઈ રહ્યો છે. અયોધ્યામાં હોટલ ઈન્ડસ્ટ્રી, નાના વ્યાપારી અને ત્યાંના લોકલ ઉદ્યોગ હવે વિશ્વ ફલક પર પોતાની એક આગવી ઓળખ બનાવશે. આનાથી લાખો લોકોને રોજગાર મળશે. આ જ કારણ છે કે, ત્યાં હોટલ ઈન્ડસ્ટ્રીમાં મોટા રોકાણ માટે કેટલીય ડિલ સાઈન થઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, ભારતની ફેમસ હોટલ કંપનીઓ અયોધ્યામાં પોતાની બ્રાંચ ખોલી રહી છે. અત્યારે શહેરમાં આશરે 50 પ્રમુખ હોટલ ડેવલપમેન્ટ પરિયોજનાઓ ચાલુ છે. 

18,000 કરોડ રૂપીયાનું રોકાણ 
હોટલ, રિસોર્ટ અને હોમસ્ટેમાં રોકાણની સાથે અયોધ્યા હોટલ ઈન્ડસ્ટ્રીનું એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. આ સિવાય, સારા રાજમાર્ગ અને રોડ, દિવાલો પર ભગવાન રામના જીવનને દર્શાવતા ચીત્રો, સજાવટના કારણે અયોધ્યાનું આકર્ષણ વધી રહ્યું છે. અયોધ્યાના મંડલાયુક્ત ગૌરવ દયાલે જણાવ્યું કે, Global Investor Summit દરમિયાન અયોધ્યામાં પર્યટન માટે આશરે 18,000 કરોડ રૂપીયાની 102 ડિલ સાઈન કરવામાં આવી છે. Global Investor Summit બાદ પણ કેટલાય વેપારીઓ અયોધ્યામાં પર્યટન ક્ષેત્રમાં રોકાણ કરવા માટે સરકાર અને જિલ્લા પ્રશાસન પાસે પોતાના પ્રસ્તાવ મોકલી રહ્યા છે. 

મોટી કંપનીઓ લગાવી રહી છે પૈસા 

અત્યારે અયોધ્યામાં પર્યટનથી સંબંધિત 126 પરિયોજનાઓ પૂર્ણ થવાની છે. આમાંથી 46 માં MOU સાઈન કરી દેવામાં આવ્યા છે જ્યારે 80 MOU પેન્ડિંગ છે. આ તમામ 126 પરિયોજનાઓનો કૂલ ખર્ચ 4000 કરોડ રૂપીયાની આસપાસ છે. અયોધ્યામાં આશરે 50 ફેમસ હોટલ કંપનીઓએ મોટી પરિયોજનાઓમાં રોકાણ કર્યું છે. આમાં Taj, Marriott, Ginger, Oberoi, Trident, અને Radisson નો સમાવેશ થાય છે. રાજાની બિલ્ડીંગને હેરીટેજ હોટલ તરીકે વિકસીત કરવાની યોજના છે. એક પ્રમુખ હોટલ ગ્રુપ આ પરિયોજનામાં રોકાણ કરવા માટે ઈચ્છુક છે. આપને જણાવી દઈએ કે, હોટલ ઉદ્યોગમાં ચાર મોટી પરિયોજનાઓ અંર્ગત આશરે 420 કરોડ રૂપીયાનું રોકાણ થવાનું અનુમાન છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર પંચે ટ્રીમવર્લ્ડ એલએલપી છે કે જે 140 કરોડ રૂપીયાના ખર્ચે ‘ઓ રામા હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ’ સ્થાપિત કરશે.