IndiGo ફ્લાઈટમાં તૂટેલી સીટ જોઈ પેસેન્જર ચોંક્યો, તસીવર શેર કરતા આબરુના ધજાગરા ઉડ્યાં

જ્યારે પેસેન્જર પોતાની ટિકિટ લઈને સીટ પર પહોંચ્યો તો જોઈને ચોંકી ગયો હતો. તેની સીટ તૂટેલી હતી. જે બાદ તેણે એનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પેસેન્જર સીટ પર પહોંચ્યો તો તે તૂટેલી હતી
  • પેસેન્જરે સીટનો ફોટો પાડીને એક્સ પર શેર કર્યો
  • ફોટો સામે આવતા કંપનીની આબરુના ધજાગરા થયા

પૂણેઃ રિક્ષાઓ કે સરકારી બસોમાં તો તમે ફાટેલી કે તૂટેલી સીટો જોઈ હશે. પણ આવું જ જો તમને ફ્લાઈટમાં જોવા મળે તો. આવી જ એક ઘટના ઈન્ડિગો ફ્લાઈટમાંથી સામે આવતા આબરુનાં ધજાગરા ઉડ્યા છે. જે મુસાફરે આ ફોટો શેર કર્યો છે તે પોતાની ફેમિલી સાથે પૂનેથી ઈન્ડિગોની ફ્લાઈટમાં ગયા સોમવારે બેઠો હતો. માણિકનંદન ધનપાલ નામના પેસેન્જર પોતાની ફેમિલી સાથે પૂણેથી બેંગાલુરુ જઈ રહ્યા હતા. તેઓએ આ તૂટેલી સીટનો ફોટો એક્સ પર શેર કર્યો છે. જે બાદ ઈન્ડિગો ફ્લાઈટની આબરુના ધજાગરા ઉડ્યા હતા. 

કંપનીએ આપ્યો જવાબ 
જો કે, આ મામલે પેસેન્જરે ફરિયાદ કરી હતી. જે બાદ કંપનીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું હતું. કંપનીએ કહ્યું કે, અમને આ વાતનું દુઃખ છે. અમુકવાર સીટની ગાદીઓ તેના વેલ્ક્રોમાંથી ખસી જાય છે. જે અમારા ક્રૂ મેમ્બર્સની મદદથી સરખી કરી શકાય છે. આ સિવાય તમારી પ્રતિક્રિયા સંબંધિત ટીમ સથે પણ શેર કરવામાં આવશે. અમને આશા છે કે, ભવિષ્યમાં તમારી સેવાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 

અન્ય પેસેન્જર્સની આ ફરિયાદો 
તો અન્ય એક નયના નામના પેસેન્જરે એક્સ પર લખ્યું કે, દહેરાદૂનથી પૂણેની અમારી કનેક્ટિંગ ફ્લાઈટ હતી. આ સમયે દિલ્હીમાંથી અમારો સામાન લોડ થયો નહીં, જેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે તમામ પેસેન્જર્સ સામાન વગર પૂણે એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. તો અન્ય એક પેસેન્જર ચિન્મય ભંડારીએ કહ્યું કે, પૂણે એરપોર્ટ પર કોઈ પણ સામાનને કન્વેયર બેલ્ટ પર આવતા 30 મિનિટ જેટલો સમય લાગે છે. ઉડાન દરમિયાન સેંકડો લોકો લોન્જમાં રાહ જોઈને બેઠા હતા. જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હતો.