સોમાલીયામાં ભારતીય જહાજ હાઈજેકઃ તમામ ભારતીયોને Navyના Marcos Commando એ બચાવી લીધા

મરીન કમાન્ડો MARCOS ઓપરેશન માટે તૈયાર છે. અધિકારીઓએ જણાવ્યું કે, જહાજ પર સવાર તમામ ભારતીય ચાલક દળ સુરક્ષીત છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગત મહિને ભારતના તટથી 370 કિલોમીટર દૂર એમવી કેમ પ્લૂટો ટેન્કર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.
  • ભારતીય નૌકાદળ ઉત્તર અને મધ્ય અરબી સમુદ્ર પર સતત નજર રાખી રહ્યું છે.

ભારતીય નેવીનું યુદ્ધપોત INS ચેન્નઈ શુક્રવારના રોજ સોમાલિયાના તટ પર હાઈજેક કરવામાં આવેલા જહાજ એમવી લીલા નોરફોક સુધી પહોંચી ગયું હતું અને અંદર જઈને તમામ ભારતીયોને સલામત રીતે બચાલી લીધા હતા. આ જહાંજને લુંટારૂઓએ હાઈજેક કર્યું હતુ.. નેવીએ સમુદ્રી લુંટારૂઓને જહાંજ છોડવાની ચેતવણી આપીને જહાંજમાં પ્રવેશ કરીને ઓપરેશન પાર પાડ્યું હતું..

અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તરી અરબ સાગરમાં INS ચેન્નઈએ પોતાના એન્ટી પાઈરેસી ગશ્તથી હટીને 05 જાન્યુઆરીના રોજ 15:15 વાગ્યે એમવીને રોકી લીધું. એમવીને સમુદ્રી પેટ્રોલિંગ વિમાન, પ્રીડેટર એમક્યૂ9બી અને ઈન્ટીગ્રલ હેલોસનો ઉપયોગ કરીને તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. યુદ્ધપોત પર ઉપસ્થિત નેવીના કમાન્ડો એમવી પર ચડીને ઓપરેશનને અંજામ આપવામાં જોડાઈ ગયા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય યુદ્ધપોતે એમવી પર પોતાનું હેલીકોપ્ટર ઉતારી દિધું છે. મરીન કમાન્ડો MARCOS ઓપરેશન માટે તૈયાર છે. અધિકારીઓએ જણાવ્યું કે, જહાજ પર સવાર તમામ ભારતીય ચાલક દળ સુરક્ષીત છે. ગત મહિને ભારતના તટથી 370 કિલોમીટર દૂર એમવી કેમ પ્લૂટો ટેન્કર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાએ આ હુમલાનો આરોપ ઈરાન પર લગાવ્યો હતો. જો કે, ઈરાને આ આરોપોનું ખંડન કર્યું છે. 

આ પહેલા અધિકારીઓએ જણાવ્યું કે, વ્યાપારીક જહાંજ એમવી લીલા નોરફોકને સોમાલીયાથી 300 સમુદ્રી મીલ પૂર્વમાં સમુદ્રી લૂંટારૂઓએ અપહરણ કરી લીધું હતું. તે સમયે આ જહાંજ બ્રાઝીલના પોર્ટ ડૂ એકોથી રવાના થઈને બહેરીનમાં ખલીફા બિન સલમાન માટે જઈ રહ્યું હતું. 

ભારતીય નૌકાદળે જહાજને મદદ કરવા માટે મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ (MPA) લોન્ચ કરતી વખતે દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત INS ચેન્નાઈને હાઈજેક કરેલા જહાજ તરફ વાળ્યું. એમપીએ શુક્રવારે સવારે જહાજ પર ઉડાન ભરી અને ક્રૂની સલામતીની ખાતરી કરીને જહાજ સાથે સંપર્ક સ્થાપિત કર્યો. ભારતીય નૌકાદળ ઉત્તર અને મધ્ય અરબી સમુદ્ર પર સતત નજર રાખી રહ્યું છે.