Onion Exports Ban: સરકારે ડુંગળીના નિકાસ પર આવતા માર્ચ સુધી લગાવ્યો પ્રતિબંધ, કેમ લીધો નિર્ણય?

India Bans Onion Exports: સરકારે ડોમેસ્ટિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને કિંમતો પર કાબૂ મેળવવાના ઉદ્દેશ સાથે 28 ઓક્ટોબરે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ડુંગળીના નિકાસ પર 800 ડોલર પ્રતિ ટનનો એમઈપી લગાવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • આવતા માર્ચ મહિના સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ
  • ઘરેલુ બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા લેવાયો નિર્ણય
  • વધેલાં ભાવ પર અંકુશ મેળવવાના ઉદ્દેશથી લીધો નિર્ણય

નવી દિલ્હીઃ સરાકરે ડોમેસ્ટિક ઉપલબ્ધાના વધારવા માટે અને કિંમતો પર અંકુશ લગાવવા માટે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આવતા વર્ષ સુધી એટલે કે માર્ચ 2024 સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિદેશ વેપાર મહાનિદેશાલય તરફથી આ અધિસૂચના જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ડુંગળીની નિકાસ નીતિને 31 માર્ચ, 2024 સુધી મુક્ત રીતે પ્રતિબંધિત શ્રેણીમાં નાખવામાં આવી છે. 

800 ડોલર પ્રતિ ટનનું એમઈપી
ગયા અઠવાડિયે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ડુંગળીની ખેપ સીમા શુલ્ક અધિકારીઓને સોંપવામાં આવી છે. 29 ઓક્ટોબર પહેલાં તેમની સિસ્ટમમાં રિજસ્ટર છે. તેને 30 નવેમ્બર સુધી નિકાસ કરવામાં આવી શકે છે. સરકારે ઘરેલુ બજારમાં ડુંગળની ઉપલબ્ધતા વધરવા અને કિંમતો પર કાબૂ મેળવવા માટેના ઉદ્દેશથી 28 ઓક્ટોબરે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ડુંગળના નિકાસ પર 800 ડોલર પ્રતિ ટનની એમઈપી લગાવી હતી. 

ટેક્સનું રિફંડ નહીં
વિદેશ વેપાર મહાનદેશાલે કહ્યું કે, જે ડુંગળની ખેપ 29 ઓક્ટોબર 2023 પહેલાં બોર્ડર ટેક્સ વિભાગને સોંપવામાં આવી છે. તેમની સિસ્ટમમાં રજીસ્ટર હશે તેની નિકાસન 30 નવેમ્બર સુધી કરી શકાશે. સરક્યુલરમાં જાહેર કરવામાં આવી એ પહેલાં જેની ચૂકણવી કરવામાં આવેલા નિકાસ ટેક્સનું રિફંડ પણ નહીં મળે. 

40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી 
જો કે, નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની મંજૂરીથી નિકાસ કરી શકાશે. મહત્વનું છે કે, હાલ દેશમાં ડુંગળી રુપિયા 60થી વધુની કિંમતે પ્રતિ કિલો વેચાઈ રહી છે. ગયા ઓગસ્ટમાં ડુંગળીના નિકાસને ઘટાડવા માટે 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી હતી.