અરવલ્લીઃ 35 વર્ષીય નરાધમે 5 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો

બાળકીનો મૃતદેહ તેના પાડોશીના ઘરમાં પલંગની નીચે તેના હાથ અને પગ બાંધેલા અને મોં કપડાથી ભરેલો મળ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • ગ્રામજનોએ તે વ્યક્તિને પકડી લીધો હતો અને લાશ મળ્યા બાદ તેને પોલીસને સોંપ્યો હતો.
  • અત્યારે હાલ પોલીસ દ્વારા આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

અરવલ્લી જિલ્લાના એક ગામમાં પાડોશીની પાંચ વર્ષની પુત્રી પર બળાત્કાર કરવાના કેસમાં એક 35 વર્ષીય આધેડ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ નરાધમે બાળકીને ચોકલેટની લાલચ આપીને બોલાવી હતી. બાદમાં તેણે આ બાળકી સાથે બળાત્કાર કર્યો હતો અને બાદમાં તેની ગળુ દબાવીને હત્યા કરી નાંખી છે. 

એક અધિકારીએ જણાવ્યું કે, ઘટના બાદ શનિવારે રાત્રે આરોપીને ગ્રામજનોએ પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. તેમણે કહ્યું કે, તેઓને બાળકીનો મૃતદેહ તેના પાડોશીના ઘરમાં પલંગની નીચે તેના હાથ અને પગ બાંધેલા અને મોં કપડાથી ભરેલો મળ્યો હતો.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ગ્રામજનોએ બાળકી ગુમ થયા બાદ તેની શોધખોળ શરૂ કરી. દેસાઈએ ઉમેર્યું હતું કે, ગ્રામજનોએ તે વ્યક્તિને પકડી લીધો હતો અને લાશ મળ્યા બાદ તેને પોલીસને સોંપ્યો હતો.

અત્યારે હાલ પોલીસ દ્વારા આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને અત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

Tags :