Vibrant Gujarat 2024: અમદાવાદ એરપોર્ટ પર જતા હોય તો વહેલા પહોંચી જજોઃ એરપોર્ટ ઓથોરિટીની એડવાઈઝરી!

આજથી જ અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટ ગુજરાતને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. મહેમાનોનું આગમન ધીરે ધીરે થઈ રહ્યું છે. વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટોનો ઘસારો જોવા મળી રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદ એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પર 9 થી 12 જાન્યુઆરી દરમિયાન વધુ મુસાફરોની અવરજવર થવાની અપેક્ષા
  • વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો

વાઈબ્રન્ટ સમિટને લઇ એરપોર્ટ ઓથોરિટીએ એડવાઇઝરી જાહેર કરી છે. એરપોર્ટ ઉપર VVIP મુવમેન્ટને લઈ આ એડવાઈઝરી જાહેર કરાઈ છે. જે મુજબ, એરપોર્ટ ઉપર ટ્રાફિક કંટ્રોલ કરવા મુસાફરોને ફ્લાઇટ ટાઈમથી વહેલા એરપોર્ટ ઉપર પહોંચવા સૂચના અપાઈ છે. મહત્વનું છે આજથી જ અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટ ગુજરાતને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. મહેમાનોનું આગમન ધીરે ધીરે થઈ રહ્યું છે. વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટોનો ઘસારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 400 ફ્લાઈટનો રેકોર્ડ સર્જાયો છે. એરપોર્ટ પર VIP ના 150 થી વધુ જેટ આવશે.

3 કલાક પહેલા એરપોર્ટ પહોંચી જજો 
અમદાવાદ એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પર 9 થી 12 જાન્યુઆરી દરમિયાન વધુ મુસાફરોની અવરજવર થવાની અપેક્ષા છે. અમે અમારા તમામ મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ આગળનું આયોજન કરે અને સીમલેસ મુસાફરી માટે વધારાનો સમય આપે. તમારી સલામતી અને આરામ અમારી ટોચની પ્રાથમિકતાઓ છે. વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ધસારો જોવા મળ્યો છે. તેથી ડોમેસ્ટિક પેસેન્જરોને 3 કલાક પહેલા પહોંચવા સૂચના અપાઈ છે.

પેસેન્જરો એડવાઈઝરી 
અમદાવાદ એરપોર્ટે સોશિયલ મીડિયા પર જાહેર કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 9મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન આયોજિત મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખીને ભારે મુસાફરોની અવરજવરની અપેક્ષા રાખી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને, અમે અમારા તમામ મુસાફરોને, SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરવા, મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ માટે વધારાનો સમય ફાળવવા અને ફરજિયાત કરવા વિનંતી કરીએ છીએ. અમારા મુસાફરોની સલામતી, સુરક્ષા અને આરામ સુનિશ્ચિત કરવી એ દરેક સમયે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.