હું મારા પાંડેને કેવી રીતે મળ્યોઃ IAS અધિકારીએ શેર કરી હ્યદયસ્પર્શી સ્ટોરી!

"દરેક સફળ વ્યક્તિ પાછળ એક 'પાંડે' પણ હોય છે," મનોજ કુમાર શર્માની પ્રેરણાદાયી વાર્તા પર આધારિત ફિલ્મથી પ્રેરિત શરણે ટ્વિટ કર્યું, જેમણે IPS અધિકારી બનવા માટે તમામ અવરોધો સામે લડ્યા.

Share:

હાઈલાઇટ્સ

  • તમારા કપરા સમયમાં જે સૌથી વધારે તમારી મદદ કરે એ જ તમારો સાચો મીત્ર

 

વ્યક્તિગત વિજય પાછળના ગાયબ નાયકોને શ્રદ્ધાંજલિ આપતા, IAS અધિકારી અવનીશ શરણે તેમના મિત્ર દેવ વિશે એક હૃદયસ્પર્શી સ્ટોરી શેર કરી, જે ફિલ્મ '12મી ફેલ'ના પ્રિતમ પાંડેના વાસ્તવિક જીવનની સમકક્ષ છે. "દરેક સફળ વ્યક્તિ પાછળ એક 'પાંડે' પણ હોય છે," મનોજ કુમાર શર્માની પ્રેરણાદાયી વાર્તા પર આધારિત ફિલ્મથી પ્રેરિત શરણે ટ્વિટ કર્યું, જેમણે IPS અધિકારી બનવા માટે તમામ અવરોધો સામે લડ્યા.

અવનીશ શરણ જણાવે છે કે કેવી રીતે તેનો મિત્ર દેવ UPSC ઉમેદવાર તરીકે તેમના આધાર સ્તંભ તરીકે ઉભરી આવ્યો. તેમણે યાદ કર્યું કે દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક સિવિલ સર્વિસ પરીક્ષા માટે કોચિંગનું કેન્દ્ર ઉત્તર દિલ્હીના મુખર્જી નગરમાં રહેઠાણની શોધ કરતી વખતે તે દેવને કેવી રીતે મળ્યો હતો. શરણે કહ્યું, એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તેમને મળ્યા પછી, દેવે તેને તેના ફ્લેટમાં એક રૂમ ઓફર કર્યો. અને અહીંયાથી જ એક સુંદર મિત્રતાની શરૂઆત થઈ. 

"દરેક સફળ વ્યક્તિની પાછળ એક 'પાંડે' પણ હોય છે." હું મારા પાંડેને મળ્યો જ્યારે હું રૂમની શોધમાં 'મુખર્જી નગર'ની ગલીઓમાં ફરતો હતો. 'દેવ' મને કોચિંગ ક્લાસમાં મળ્યા અને મને રહેવા માટે તેમના ફ્લેટમાં એક રૂમ આપ્યો. મુખ્ય પરીક્ષા સમયે, જ્યારે હું 103-104 ડિગ્રી તાવથી પીડાતો હતો અને પરીક્ષા આપવા માટે કોઈ સ્થિતિમાં ન હતો, ત્યારે દેવ મને ઓટોમાં પરીક્ષા કેન્દ્ર પર લઈ જતા હતા. સમગ્ર પરીક્ષા દરમિયાન ધૌલપુર હાઉસની બહાર ઉભા રહેતા હતા. તે મને પોતાના હાથે જ ખવડાવતો હતો. 4 મેના રોજ પરિણામના દિવસે પણ મારો પાંડે મારી સાથે હતો.

12 મુ ફેઈલની સ્ટોરી અને શરણનું વ્યક્તિગત વિવરણ બંન્ને વિપરીત પરિસ્થિતિમાં દોસ્તી અને એકતાના ઉંડા પ્રભાવને ઉજાગર કરે છે. IAS અધિકારીનની પોતાના પાંડે પ્રત્યેની હાર્દિક સ્વિકૃતિ એ મૂક બલીદાનો અને ઉદારતાના કાર્યોની યાદ અપાવે છે કે જે કોઈ ઉપ્લબ્ધીઓમાં યોગદાન કરે છે કે જે સમીક્ષકો દ્વારા પ્રશંસિત ફિલ્મમાં ચિત્રીત ભાવનાઓને પણ દર્શાવે છે.
 

Tags :