OMG! પતિના મોતના સમાચાર સાંભળીને પત્નીએ કરી આત્મહત્યા, હવે ખબર પડી કે તે જીવિત છે

મૃતકની પત્નીએ અંતિમ સંસ્કારના એક દિવસ બાદ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, હવે એ વાત સામે આવી છે કે મહિલાને સોંપવામાં આવેલો મૃતદેહ તેના પતિનો નહોતો, કારણ કે તે તો જીવિત છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભુવનેશ્વરની હાઈટેક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ગંભીર બેદરકારી
  • સારવાર હેઠળ બીજા વ્યક્તિએ હોશમાં આવીને કહ્યું કે, તે હજી જીવિત છે
  • જેના અંતિમ સંસ્કાર કરાયા હતા તેના પરિવારજનો માંગી રહ્યો છે મૃતદેહ

ઓડિશાની એક હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, ઓડિશામાં પતિના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાતમાં આવેલી પત્નીએ આત્મહત્યા કરી લીધી. ચાર દિવસ પછી, અન્ય એક વ્યક્તિ, જે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો, તેને ફરીથી હોશ આવ્યો અને તેણે આત્મહત્યા કરનાર મહિલાનો પતિ હોવાનો દાવો કરતા બધા ચોંકી ગયા. કાર્યસ્થળે અકસ્માતમાં ઘાયલ થયેલા એસી ટેકનિશિયનમાંથી એક 34 વર્ષીય દિલીપ સામંતરાય જીવિત છે અને તે જ હોસ્પિટલમાં દાઝી ગયેલાથી સ્વસ્થ થઈ રહ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર દિલીપની પત્ની સોના (24) એ નવા વર્ષના દિવસે આત્મહત્યા કરી હતી. ભુવનેશ્વરની હાઇ-ટેક હોસ્પિટલે શુક્રવારે વિલંબથી સ્પષ્ટતા કરી કે તે જીવિત છે. મૃતક દેખીતી રીતે તેના જીવલેણ ઘાયલ સાથીદાર જ્યોતિરંજન મલ્લિક હતો.

શું છે મામલો?
29 ડિસેમ્બરના રોજ ટેકનિશિયન જ્યોતિરંજન, દિલીપ, સિમાંચલંદ શ્રીતમ  હોસ્પિટલમાં ACની સર્વિસ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો, જેમાં તેઓ બધા ગંભીર રીતે દાઝી ગયા હતા. હોસ્પિટલે 30 ડિસેમ્બરે જ્યોતિરંજનને મૃત જાહેર કર્યા હતો પરંતુ કથિત રીતે તેની ઓળખ ખોટી રીતે થઈ હતી. 3 જાન્યુઆરીએ, શ્રીતમ તેની ઇજાઓને કારણે મૃત્યુ પામ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં પોલીસે પહેલી લાશ દિલિપની સમજીને મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. જેના કારણે આઘાતમાં સરી પડેલી દિલિપની પત્નીએ સોનાએ આત્મહત્યા કરી લીધી. મૃતક સોનાના કાકા રવિન્દ્ર જેનાએ જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીને કારણે મારી ભત્રીજીએ આત્મહત્યા કરી છે.

દરમિયાન, જ્યોતિરંજનનો પરિવાર, જેણે વિચાર્યું હતું કે તે જીવિત છે પરંતુ તેમણે તેના અંતિમ સંસ્કાર કરવા પણ નહોતા મળ્યા. જ્યોતિરંજનની પત્ની અર્પિતા મુખીએ જણાવ્યું હતું કે 'ગંભીર રીતે દાઝી જવાને કારણે સારવાર દરમિયાન હું તેમને ઓળખી ના શકી. હું મારા પતિને પાછો ઈચ્છું છું.' હવે જ્યોતિરંજન મલ્લિકના પરિવારજનો તેના મૃતદેહને પરત લેવાની માંગ સાથે હોસ્પિટલ સામે હડતાળ પર બેઠા છે. હવે સવાલ એ થાય છે કે, કેવી રીતે જીવિત દિલિપને મૃત જાહેર કરવામાં આવ્યો અને જ્યોતિરંજનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા?

બીજી તરફ હોસ્પિટલ તંત્રએ નકારી કાઢ્યું કે ખોટી ઓળખના પરિણામો માટે તે જવાબદાર છે. હોસ્પિટલના સીઈઓ સ્મિતા પાધીએ જણાવ્યું હતું કે અમે ભૂલ કરી નથી. AC રિપેર કરવા માટે એક ખાનગી પેઢી દ્વારા ટેકનિશિયનોને રોકાયેલા હતા. વિસ્ફોટ પછી સારવાર માટે દાખલ કરવામાં આવેલા દરેકની ઓળખ પેઢી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી.

પાધીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક ઘાયલ દર્દીઓના સગાઓએ તેમને હોસ્પિટલમાં જોયા હતા. અમે તમામ કાનૂની અને તબીબી પ્રક્રિયાઓનું પાલન કર્યું. પોલીસે મૃતદેહ પરિજનોને સોંપ્યો હતો. પરિવારમાંથી કોઈએ જાણ કરી ન હતી કે લાશ દિલીપની નથી.' જણાવી દઈએ કે, હવે દિલીપ તરીકે ઓળખાતા આ વ્યક્તિની હાલત ગંભીર છે અને પરિવારજનોને ડર છે કે વિરોધને દબાવવા માટે તેની હત્યા પણ કરવામાં આવી શકે છે.