વકીલને ઘરે બોલાવી ન્યૂડ વીડિયો બનાવ્યો, બે હસીનાઓએ મોટો કાંડ કર્યો

Honey Trap: વકીલ મહિલાના ઘરે પહોંચ્યા અને પેપર પર સાઈન કરાવવામાં ાવી. એ પછી બીજી મહિલા કોલ્ડ ડ્રિંક લઈને આવી અને પછી તે બેભાન થઈ ગયા.

Share:

હાઈલાઇટ્સ

  • વકીલને ઘરે બોલાવીને એક યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યા
  • બેભાન કરીને ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કર્યા હતા
  • વકીલે પોલીસ ફરિયાદ કરતા બંને યુવતી ફસાઈ ગઈ હતી

પલવલઃ હરિયાણાના પલવલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વકીલ જ હનીટ્રેપની જાળમાં ફસાયા હતા. વકીલને હનીટ્રેપમાં ફસાવીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બે યુવતીએ રુપિયા 20 લાખ માગ્યા હતા. આ યુવતીઓ પોતાના પર ચાલી રહેલા કોઈ કેસ સંબંધિત દસ્તાવેજ પર સહી કરાવવાના બહાને બોલાવ્યા હતા. એ પછી વકીલને બેભાન કરીને અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને તેમને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ આગળ તપાસ ચાલી રહી છે. 

કેસના બહાને હનીટ્રેપ 
કેમ્પ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સત્યનારાયણના જણાવ્યા મુજબ, વકીલે કરેલી ફરિયાદ મુજબ સોનિયા નામની યુવતીનો એક કેસ પાંચ વર્ષથી ચાલી રહ્યો હતો. ગઈ 26 ડિસેમ્બરના રોજ મોનિકા તેની બહેનપણી કિરણના સંબંધ પતિ સાથે સારા નથી. આ મુદ્દે ફરિયાદ કરવી છે. એ પછી 30 ડિસેમ્બરે બંનેની ફોન પર વાત કરાવી હતી. કિરણે કહ્યું કે, કોર્ટ આવવા માટે તેની પાસે કોઈ સાધન નથી. તો હસ્તાક્ષર કરવા માટે વકીલને ઘરે બોલાવ્યા હતા. પીડિત વકીલ મોનિકાના ઘરે પહોંચ્યા હતા. 

ન્યૂડ વીડિયો બનાવ્યો 
કિરણ તેમની પાસે એક કોલ્ડ ડ્રિંક લઈને આવી હતી. એ પીધા પછી તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે વકીલ સાથે કિરણ નગ્ન અવસ્થામાં હતી. પછી કિરણે વકીલને કહ્યું કે, તમારા નગ્ન વીડિયો બનાવી લીધો છે. જો 20 લાખ રુપિયા આપશે તો તે કંઈ નહીં કરે, નહીં તો દુષ્કર્મના કેસમાં ફસાવી દેશે. આખરે વકીલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.