IT Act: કેમ કેન્દ્ર સરકારે આ ટ્વીટર એકાઉન્ટ બંધ કરાવ્યું?

લધુમતિ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકો પર બહુમતિ એવા હિન્દુ સમાજના લોકો દ્વારા કહેવાતી રીતે કરવામાં આવતાં હુમલાને પ્રકાશિત કરતી એક વેબસાઈટ અને તેનુ ટ્વીટર એકાઉન્ટ સરકાર દ્વારા બંધ કારાવી દેવાનો વેબસાઈટ દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. વેબસાઈટ ચલાવનારાઓએ એવો દાવો કર્યો હતો કે સરકારે ટ્ટવીટર અને વેબસાઈટ ડોમેઈનને એવી ફરિયાદ કરી હતી કે અમારી વેબસાઈટ ભારતના IT કાયદાઓનું ઉલ્લંધન કરે છે.

Courtesy: hindutvawatch

Share:

હાઈલાઇટ્સ

  • ગત વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં જ મુસ્લિમોની વિરૂદ્ધ ઓછામાં ઓછી 250 હેટ સ્પીચ ઈન્ટરનેટ પર જોવા મળી હતી

લધુમતિ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકો પર બહુમતિ એવા હિન્દુ સમાજના લોકો દ્વારા કહેવાતી રીતે કરવામાં આવતાં હુમલાને પ્રકાશિત કરતી એક વેબસાઈટ અને તેનુ ટ્વીટર એકાઉન્ટ સરકાર દ્વારા બંધ કારાવી દેવાનો વેબસાઈટ દ્વારા સરકાર સામેઆક્ષેપ કરવામાં આવ્યો છે. વેબસાઈટ ચલાવનારાઓએ એવો દાવો કર્યો હતો કે સરકારે ટ્ટવીટર અને વેબસાઈટ ડોમેઈનને એવી ફરિયાદ કરી હતી કે અમારી વેબસાઈટ ભારતના IT કાયદાઓનું ઉલ્લંધન કરે છે. આ ઘટના મંગળવારની છે. 

મંગળવાર સુધી ચાલતી પોતાની વેબસાઈટ hindutvawatch.org પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ગરીબ, નબળા અને હાંસિયામાં ધકેલા સમાજના લોકો પર થતાં હુમલાઓને પ્રકાશિત કરે છે અને તેમને દબાવવા માટે સરકારે આ પગલું લીધું છે જેથી આવી ઘટનાઓ લોકોના ધ્યાનમાં આવે નહીં. રકીબ હમીદ નાઈક જેઓ આ વેબસાઈટના સ્થાપક છે તેમણે સમાચાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મંગળવારે મને એક મેઈલ આવ્યો હતો કે ભારત સરકારે અમારી વેબ સાઈટ ભારતીય IT Actનું ઉલ્લંધન કરતી હોવાના કારણે વેબસાઈટ બંધ કરવામાં આવે તેવી માંગણી કરી છે. 
 
જો કે આવી બધી બાબતોના કારણે અમને કોઈ ફરક નહીં પડે અને અમે અમારી મુહીમમાં ચાલતાં જ રહીશું. 

નાઈકે જણાવ્યું હતું કે, ગત વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં જ મુસ્લિમોની વિરૂદ્ધ ઓછામાં ઓછી 250 હેટ સ્પીચ ઈન્ટરનેટ પર જોવા મળી હતી અને આ બાબતે તેમણે સપ્ટેમ્બર 2023માં લખ્યું પણ હતું. આ 250 પૈકીના મોટાભાગની, 70 ટકા હેટ સ્પીચ જે રાજ્યોમાં ભાજપ સત્તા પર છે તેમાં કાંતો 2023 અને 2024માં ચૂંટણી યોજાવાની હતી કે છે તેમાં જોવા મળી હતી.