આ એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે CERT તરફથી 'હાઈ રિસ્ક વોર્નિંગ', તરત જ કરો આ ફેરફાર

ભારત સરકારે ગૂગલ પિક્સેલ, સેમસંગ, વનપ્લસ અને અન્ય એન્ડ્રોઇડ યુઝર્સ માટે 'ઉચ્ચ જોખમ'ની ચેતવણી જારી કરી છે

Share:

હાઈલાઇટ્સ

  • ભારત સરકારે Android OS વર્ઝન 11, 12, 12L, 13 અને 14 માટે હાઈ રિસ્કની ચેતવણી જારી કરી

એન્ડ્રોઇડ એ સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. Google Pixel, Nothing, Samsung, OnePlus અને અન્ય મોટી સ્માર્ટફોન બ્રાન્ડ્સ Googleની માલિકીની Android OS પર આધાર રાખે છે. આ દિવસોમાં મોટા ભાગનું કામ સ્માર્ટફોન દ્વારા શક્ય હોવાથી, આપણે ઘણી વખત પોતાની ઘણી બધી અંગત માહિતીને સ્ટોરેજ અને શેર કરીએ છીએ જેમાં લોકેશન, બેંકિંગ વિગતો સહિતનો સમાવેશ થાય છે.

જેથી યુઝર્સને સુરક્ષિત રાખવા માટે, ભારત સરકારે Android OS વર્ઝન 11, 12, 12L, 13 અને 14 માટે હાઈ રિસ્કની ચેતવણી જારી કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળની ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ જાહેર કર્યું છે કે Android OSમાં બહુવિધ નબળાઈઓની જાણ કરવામાં આવી છે જે છેતરપિંડી કરનારાઓને તમારી સંવેદનશીલ માહિતીની ઍક્સેસ મેળવવાની મંજૂરી આપી શકે છે.

જો કે ટેક જાયન્ટ આ અપડેટ્સ સમયાંતરે પ્રકાશિત કરે છે, ઘણા યુઝર્સનો ડેટા, સ્ટોરેજ અથવા ઉપયોગમાં સરળતાના અભાવને કારણે વારંવાર OSને અપડેટ કરતા નથી. OSના જૂના વર્ઝન સાથેના આવા ઉપકરણો ખુલ્લી નબળાઈઓને કારણે શોષણ કરવા માટે સરળ છે. આવી જ કેટલીક ખતરનાક નબળાઈઓનો ઉલ્લેખ હવે ભારત સરકારે એન્ડ્રોઈડ યુઝર્સ માટે તેની ચેતવણીમાં કર્યો છે.

CERT-In અનુસાર, ફ્રેમવર્ક, સિસ્ટમ, ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ્સ, આર્મ કમ્પોનન્ટ્સ, ઇમેજિનેશન ટેક્નોલોજીસ, મીડિયાટેક કમ્પોનન્ટ્સ, યુનિસોક કમ્પોનન્ટ્સ, ક્વોલકોમ કમ્પોનન્ટ્સ અને ક્વોલકોમ ક્લોઝ-સોર્સ ઘટકોમાં ખામીઓને કારણે આ નબળાઈઓ Android OSમાં અસ્તિત્વ ધરાવે છે.

આ નબળાઈઓનું સફળ શોષણ હુમલાખોરને સંવેદનશીલ માહિતી મેળવવા અને લક્ષિત સિસ્ટમ પર ઉચ્ચ વિશેષાધિકારો મેળવવાની મંજૂરી આપી શકે છે. કોઈપણ છેતરપિંડી ટાળવા માટે, વપરાશકર્તાઓએ Google દ્વારા આપવામાં આવેલી માહિતીઓ લાગુ કરવી જોઈએ.