કિશોર સાથે હેવાનિયતઃ નરાધમે કુકર્મ કરીને બેલ્ટથી મારીને સીગરેટના ડામ આપ્યા

27 ડિસેમ્બરે જ્યારે લોહીથી લથબથ કિશોર પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • પાડોશીએ જ 11 વર્ષના કિશોર સાથે કર્યું કુકર્મ
  • કિશોરે જ્યારે આનો વિરોધ કર્યો તો બેલ્ટથી માર્યો અને સીગરેટ પીવડાવી

દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં 11 વર્ષની કિશોર સાથે બર્બરતાનો મામલો સામે આવ્યો છે.આ કિશોરના પાડોશમાં રહેતો એક નરાધમ તેને બંધ ડિસ્પેન્સરીમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે કુકર્મ કર્યું હતું. બાળકે કુકર્મનો વિરોધ કરવા પર તેને બેલ્ટ વડે માર પણ માર્યો હતો અને તેને સિગરેટના ડામ આપ્યા હતા. 

ઘટના બાદ આરોપી પીડિતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 27 ડિસેમ્બરે જ્યારે લોહીથી લથબથ કિશોર પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી બંસીલાલ ઉર્ફે પપ્પુ (48) વિરુદ્ધ કરોલ બાગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો અને હુમલો, અપહરણ, દુષ્કર્મ, પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ તેની ધરપકડ કરી હતી. 

Tags :