Ahmedabad Flower Show: બે દિવસમાં 1 લાખ લોકોએ લીધી મુલાકાત

ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. 

Share:

હાઈલાઇટ્સ

  • ફ્લાવર શોમાં બાળકો માટે ખાસ આકર્ષણો ઉભા કરાયા છે
  • ફ્લાવર શોમાં જઈને આપ વિવિધ પ્રકારના ફૂલોના છોડની પણ ખરીદી કરી શકો છો

અમદાવાદા - સફન અંસારી 
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ફ્લાવરશો ખાતે 30 ડિસેમ્બરના રોજ 25,000 અને 31 ડિસેમ્બરના રોજ 80,000 ટિકીટોનું વેચાણ થયું હતું. આ સિવાય લોકોએ સીઝનલ ફ્લાવર, ટોપીયોરી પ્લાન્ટ, રેગ્યુલર ફૂલ-છોડ સહિતના ફ્લાવર્સની સૌથી વધારે ખરીદી કરી હતી. ૮ નર્સરીના સ્ટોલ ફૂલ છોડ વેચાણ કરવા માટે કોર્પોરેશન જગ્યા આપી છે.

અમદાવાદ ફ્લાવર શો
અમદાવાદ ફ્લાવર શો

આ ફ્લાવરશો 15 મી જાન્યુઆરી સુધી ચાલશે. જેમા સવારે 9થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. રિવર ફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં આવતાં લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા લેવામાં આ‌વશે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે વસૂલવામાં આ‌વશે. આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે. 

અમદાવાદ ફ્લાવર શો
અમદાવાદ ફ્લાવર શો

અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમ ઉપર બનાવેલ મુખ્ય પ્રવેશદ્વાર, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, સાત ઘોડાની પ્રતિકૃતિ, પતંગિયાની પ્રતિકૃતિ વગેરે થીમની પ્રતિકૃતિઓ વિશેષ આકર્ષણ જમાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે આ અંગે જણાવ્યુ છે કે, અમદાવાદના આ ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે.