કર્ણાટકની સરકારી સ્કુલની શિક્ષીકા વિદ્યાર્થી સાથે કરી રહી છે રોમાન્સ... ફોટોઝ થયા વાયરલ!

ઘટના કર્ણાટકના ચિંતામણી તાલુકાના મુરુગમલ્લા ગામની એક સરકારી શાળાની છે

Share:

હાઈલાઇટ્સ

  • સ્કુલની ટીચરે પોતાના સ્ટુડન્ટ સાથે રોમેન્ટિક ફોટા પડાવ્યા
  • મામલાની જાણ વિદ્યાર્થીના માતા-પિતાને થતા તેમણે આ શિક્ષીકા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે


શાળા દ્વારા બાળકોને શૈક્ષણિક પ્રવાસ પર લઈ જવાની જવાબદારી શિક્ષકોની હોય છે અને તેમાં બાળકો સ્કુલ ટ્રીપ પર જતા હોય છે. ત્યારે એક સ્કુલ ટ્રીપનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર કોઈપણ ઘટના મીનિટોમાં જ વાયરલ થઈ જાય છે. 

આ જ કારણ છે કે, કર્ણાટકમાં સ્કુલ ટ્રીપનો એક ફોટો વાયરલ થતા જ લોકોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો છે. હકીકતમાં આ ફોટોમાં એક મહિલા ટીચર તેના એક વિદ્યાર્થી સાથે અશ્લીલ ફોટોઝ પડાવી રહી છે. આ ઘટના કર્ણાટકના ચિંતામણી તાલુકાના મુરુગમલ્લા ગામની એક સરકારી શાળાની છે. 

ફોટોમાં જોઈ શકાય છે કે, શાળાની મહિલા ટીચર એક વિદ્યાર્થી સાથે અત્યંત અભદ્ર અને અશ્લીલ કહી શકાય તેવા ફોટા પડાવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ છે અને વાયરલ થઈ ગઈ છે. આમાં પ્રધ્યાપિકાને હાઈસ્કુલના વિદ્યાર્થી સાથે રોમેન્ટિક પોઝમાં જોઈ શકાય છે. આ મામલાની જાણ વિદ્યાર્થીના માતા-પિતાને થતા તેમણે આ શિક્ષીકા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. 

આ મહિલા ટીચર પર નાબાલિક વિદ્યાર્થી સાથે અનુચીત વ્યવહાર કરવાનો આરોપ છે. કારણ કે તેણે કથિત રીતે પોતાના મોબાઈલ ફોન પર તેની અંગત ક્ષણો કેપ્ચર કરી હતી. આ તસવીરોને લઈને હવે ખુલાસાની કાર્યવાહીની માંગ થઈ રહી છે.