વર્ષ 2024 માં સોનું પહોંચી શકે છે 70,000 ને પારઃ જાણો વિશેષજ્ઞોએ શું કહ્યું!

છેલ્લા 20 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ચૂંટણીના બે-ત્રણ મહિના પહેલા રૂપીયાના ભાવમાં ઘટાડો થાય છે. અને આના કારણે જ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળે છે. 

Share:

હાઈલાઇટ્સ

  • અત્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 2060 અમેરિકી ડોલર પ્રતિ ઔંસની આસપાસ છે
  • વિશેષજ્ઞોનું અનુમાન છે કે આ વર્ષે સોનુ 70,000 રૂપીયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચશે

 

જો નવા વર્ષે આપ પણ સોનું ચાંદી અથવા તો તેના ઘરેણા ખરીદવા ઈચ્છો છો તો આપના માટે મહત્વના સમાચાર છે. ત્યારે વિશેષજ્ઞો અનુસાર વર્ષ 2024 માં સોના-ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે. અનુમાન તો ત્યાં સુધી છે કે આ વર્ષે સોનુ 70,000 રૂપીયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચશે. અત્યારે સોનું કોઈપણ પ્રકારના ટેક્સ વગર પોતાના ઓલટાઈમ હાઈ 63,452 રૂપીયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગયું છે. 

ગત વર્ષે 2023 માં સોનાના ભાવમાં 8379 રૂપીયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીમાં કિંમત 5303 રૂપીયા પ્રતિ કિલોની મોટી તેજી જોવા મળી હતી. વર્ષ 2022 ની 31 ડિસેમ્બરના રોજ સોનું 54867 રૂપીયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 68,092 રૂપીયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થયું હતું. જ્યારે ગત વર્ષે 31 ડિસેમ્બર 2023 ના રોજ સોનું 63,246 રૂપીયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 73,395 રૂપીયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થયું હતું. ત્યારે વિશેષજ્ઞોનું કહેવું છે કે, વર્ષ 2024 માં પણ સોના-ચાંદીની કિંમતોમાં મોટી તેજી જોવા મળશે. 

ચૂંટણી પહેલા વધે છે સોના-ચાંદીના ભાવ 

દેશમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી થવાની છે. ત્યારે આવામાં બજારના જાણકારોનું કહેવું છે કે, આવનારા દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી શકે છે. છેલ્લા 20 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ચૂંટણીના બે-ત્રણ મહિના પહેલા રૂપીયાના ભાવમાં ઘટાડો થાય છે. અને આના કારણે જ સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળે છે. 


ઈન્ટરનેશનલ માર્કેટમાં પોઝિટીવ માહોલ

ઈન્ટરનેશનલ માર્કેટમાં સ્થાનિક મુદ્રામાં કમજોરી અને શેરબજારમાં ઉતાર-ચઢાવના કારણે પણ થોક બજારમાં સોનાના ભાવમાં તેજીને લઈને પોઝીટીવ માહોલ બનતો દેખાઈ રહ્યો છે. જો આવું થયું તો આવનારા દિવસોમાં સોના-ચાંદીની કિંમત હજી પણ વધી શકે છે. અત્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 2060 અમેરિકી ડોલર પ્રતિ ઔંસની આસપાસ છે. તો એક ડોલરની કિંમત 83 રૂપીયાની ઉપર છે.