દુનિયાભરના iPhone યુઝર્સ કરી રહ્યા છે સેલ્યુલર કનેક્ટિવિટી સમસ્યાનો સામનો, શું છે કારણ?

આઇફોન ટેક જાયન્ટ દ્વારા iOS 17.2.1નું નવું અપડેટ રજૂ કરવામાં આવ્યું ત્યારથી ગ્લોબલ એપ્પલ યુઝર્સ સેલ્યુલર કનેક્ટિવિટી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • iPhoneને અપડેટ કરતાની સાથે જ યુઝર્સ પરેશાન
  • સોશિયલ મીડિયા પર ફોન યુઝર્સ ઠાલવી રહ્યા છે રોષ

વૈશ્વિક સ્તરે iPhone યુઝર્સ લેટેસ્ટ iOS 17.2.1 વર્ઝન અપડેટ કર્યા પછી સેલ્યુલર કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એપલે તાજેતરમાં જ iOS 17.2.1 રિલીઝ કર્યું હતું, જેમાં iPhoneમાં કોઈ નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા ન હતા, પરંતુ બેટરી ડ્રેઇનની સમસ્યા દૂર થઈ હતી જે યુઝર્સને થોડા સમયથી પરેશાન કરી રહી હતી. iOS 17.2.1ના ઇન્સ્ટોલેશન પછી ઘણા આઇફોન વપરાશકર્તાઓ Appleની સપોર્ટ કોમ્યુનિટી ડિસ્કશન વેબસાઇટ પર તેમની હતાશા વ્યક્ત કરી રહ્યા છે. 

રિપોર્ટ અનુસાર Appleની Support Community Discussion વેબસાઈટ પર iPhone યૂઝર્સે iOS 17.1.2 ઇન્સ્ટોલ કર્યા બાદ તેમની તાજેતરની મુશ્કેલીઓ વિશે લખ્યું છે. iOS 17.2.1 અપડેટ બાદ યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી છે.

iOS 17.2.1 અપડેટ પછી આવી રહી છે સમસ્યા
એક યુઝરે લખ્યું, "મારા iPhoneને 17.2.1 પર ગઈકાલે રાત્રે અપડેટ કર્યા પછી હું હવે મારા નેટવર્ક પ્રોવાઈડર સાથે કનેક્ટ થઈ શકતો નથી. રીસેટ કરવાનો પ્રયાસ કર્યો અને તેમ છતાં તે કામ કરતું નથી! ખૂબ જ નિરાશાજનક છે. વર્ષોથી Apple અને iPhone પર વિશ્વાસ કરી રહ્યા છે.

અન્ય એક યુઝરે કહ્યું, "આ નેટવર્કની સમસ્યાને કેવી રીતે હલ કરવી તે અંગે કોઈ જાણકારી છે? અપડેટ પછી ગઈ રાતથી કોઈ નેટવર્ક ઉપલબ્ધ નથી."

અન્ય યુઝરે લખ્યું, "મારા આઇફોનને ગઈકાલે રાત્રે 17.2.1 પર અપડેટ કર્યા પછી, હું હવે મારા નેટવર્ક પ્રદાતા સાથે કનેક્ટ થઈ શકતો નથી. રીસેટ કરવાનો પ્રયાસ કર્યો અને તે હજુ પણ કામ કરતું નથી."

એપલ ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવશે
રિપોર્ટ અનુસાર, એવી અપેક્ષા છે કે Apple ટૂંક સમયમાં 17.2.2 અથવા 17.3 અપડેટ રિલીઝ કરીને આ સમસ્યાને ઠીક કરશે. જે વપરાશકર્તાઓ હાલમાં સેલ્યુલર કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ iOS 17.3 પબ્લિક બીટા પ્રોગ્રામમાં નોંધણી કરીને કામચલાઉ ઉકેલ મેળવી શકે છે.