છોકરીઓ યૌન ઈચ્છાઓ પર રાખે નિયંત્રણઃ કલકત્તા HCના ચુકાદા પર સુપ્રીમ કોર્ટની નારાજગી!

કલકત્તા હાઇકોર્ટના ચુકાદા સૂચવવામાં આવ્યું હતું કે દરેક કિશોરવયની છોકરીએ જાતીય ઇચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ અને મર્યાદા જળવાઈ રહે એવું વર્તન કરવું જોઈએ.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો અંતિમ નિર્ણય વૈધાનિક સિદ્ધાંતોની વિરુદ્ધ હતો.
  • કોર્ટ દ્વારા કેસની આગામી સુનાવણી 12 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે

સુપ્રીમ કોર્ટે કોલકત્તા હાઈકોર્ટના એ નિર્ણયની ટીકા કરી કે જે ગત વર્ષે ડિસેમ્બરમાં ચર્ચામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કલકત્તા હાઇકોર્ટના ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી હતી, કલકત્તા હાઇકોર્ટના ચુકાદા સૂચવવામાં આવ્યું હતું કે દરેક કિશોરવયની છોકરીએ જાતીય ઇચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ અને મર્યાદા જળવાઈ રહે એવું વર્તન કરવું જોઈએ.

પશ્ચિમ બગાળ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કલકત્તા હાઈકોર્ટના 18 ઑક્ટોબરના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ અપીલ પર આ કોર્ટમાં અન્ય એક બેન્ચ સમક્ષ સુનાવણી થવાની હતી, પરંતુ આ બેન્ચ આજે મળી નહોતી. બેન્ચે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની સુઓમોટો નોંધ અને રાજ્ય સરકારની અપીલની એક સાથે સુનાવણી થશે.

હુઝેફા અહમદીએ હાઈકોર્ટના ચુકાદાના કેટલાક પેરેગ્રાફ તરફ બેન્ચનું ધ્યાન દોર્યું હતું. બેન્ચે કહ્યું હતું કે, હાઈકોર્ટના ચૂકાદામાં કેટલાક પેરેગ્રાફ વાંધાજનક છે અને અમે તે બધા પર ધ્યાન આપ્યું છે. બેન્ચે રજિસ્ટ્રીને જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડની મંજૂરી લઈને સુઓમોટો રીટ પિટિશન અને રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશનને જોડી દેવામાં આવે અને ૧૨ જાન્યુઆરીએ તેની સુનાવણી કરવામાં આવે.

ગુરુવારે સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે બેંચને માહિતી આપી હતી કે રાજ્યએ પણ હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. રાજ્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ જણાવ્યું હતું કે માત્ર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનો જ વાંધાજનક નથી, પરંતુ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો અંતિમ નિર્ણય વૈધાનિક સિદ્ધાંતોની વિરુદ્ધ હતો.

કોર્ટ દ્વારા કેસની આગામી સુનાવણી 12 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારની આ આરોપીઓને આપવામાં આવેલી મુક્તિ સામેની અપીલ પણ સુઓમોટો કેસ સાથે લેવામાં આવશે.