રાહુલ ગાંધીએ PM મોદી માટે વાપરેલો 'પનોતી' શબ્દ અયોગ્ય, ગૌતમ ગંભીરે આપી પ્રતિક્રિયા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી અને અમિત શાહ પ્લેયર્સનો ઉત્સાહ વધારવા માટે હાજર હતા અને મેચ હાર તરફ હતી. એ સમયે રાહુલ ગાંધીએ પીએમ મોદી માટે પનોતી શબ્દ વાપર્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • રાહુલ ગાંધીએ પીએમ મોદીને કહ્યા હતા પનોતી
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદીને પનોતી ગણાવ્યા હતા
  • ગૌતમ ગંભીરે કહ્યું, પીએમ માટે આવા શબ્દો વાપરવા અયોગ્ય

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વડાપ્રધાન મોદીની હાજરી માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક શબ્દ વાપર્યો હતો. ત્યારે ગૌતમ ગંભીરે આ શબ્દ અયોગ્ય હોવાનું જણાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા માટે હાજર રહ્યાં હતા. તે જ મેચ ભારત હારી જતાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન માટે ‘પનોતી’ શબ્દ વાપર્યો હતો. જેની ભારે ટીકા પણ થઈ હતી. આજે એક ખાનગી ઈન્ટવ્યૂમાં હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહેતા ક્રિકેટર ગૈતમ ગંભીરે કહ્યુ કે, પનોતી શબ્દ સૈથી ખબાર છે અને આવો શબ્દ વાપજો જોઈએ નહીં. 2011માં તત્કાલિન વડા પ્રધાન મનમોહન સિંહ ભારતીય ક્રિકેટ ટીમને મળ્યાં હતા. જો એ મેચ આપણે હાર્યા હોત તો? 

પીએમ મોદીએ ઉત્સાહ વધાર્યો 
મહત્વનું છે કે, 30 માર્ચ 2011ના રોજ મનમોહન સિંહ ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ રમતવીરોને મોહાલીમાં મળ્યાં હતા. પરંતુ કેટલાક સોશિયલ મિડીયા યુઝર્સે મનમોહન સિંહનો માત્ર પાકિસ્તાની ખેલાડીઓને મળતો ફોટો અને નરેન્દ્ર મોદીનો ભારતી ખેલાડીઓને મળતો ફોટો વાઈરલ કર્યો હતો. એ પણ ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બરે ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ક્રિકેટ ટીમના રમતવીરોને મળવા માટે ડ્રેસિંગ રૂમમાં ગયા હતા.