Gautam Adani J&K ના દિવ્યાંગ ક્રિકેટરને કરશે મોટી મદદઃ વાંચો વધુ વિગતો

જમ્મુ અને કાશ્મીરના બિજબેહારા (અનંતનાગ) ના વાઘામા ગામનો 34 વર્ષીય વિકલાંગ ક્રિકેટર આમિર હુસૈન લોન, જમ્મુ અને કાશ્મીર પેરા ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. આમિર 2013થી પ્રોફેશનલી તરીકે ક્રિકેટ રમી રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • આમિર તેના પગનો ઉપયોગ કરીને બોલિંગ કરે છે અને ખભા અને ગરદન વચ્ચે બેટ પકડીને રમે છે
  • આમિર જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે તેના પિતાની મિલમાં થયેલા અકસ્માતમાં તેણે તેના બંને હાથ ગુમાવી દીધા હતા

જમ્મુ-કાશ્મીરના વિકલાંગ ક્રિકેટર આમિર હુસૈન લોનની ભાવના જોઈને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેને પ્રોત્સાહન આપ્યું છે. અદાણી ફાઉન્ડેશન આમિરને શક્ય તમામ મદદ કરશે. આમિર તેના પગનો ઉપયોગ કરીને બોલિંગ કરે છે અને ખભા અને ગરદન વચ્ચે બેટ પકડીને રમે છે. આમિર જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે તેના પિતાની મિલમાં થયેલા અકસ્માતમાં તેણે તેના બંને હાથ ગુમાવી દીધા હતા.

જમ્મુ અને કાશ્મીરના બિજબેહારા (અનંતનાગ) ના વાઘામા ગામનો 34 વર્ષીય વિકલાંગ ક્રિકેટર આમિર હુસૈન લોન, જમ્મુ અને કાશ્મીર પેરા ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. આમિર 2013થી પ્રોફેશનલી તરીકે ક્રિકેટ રમી રહ્યો છે. એક શિક્ષકે તેની ક્રિકેટ પ્રતિભાને ઓળખી અને તેને પેરા ક્રિકેટનો પરિચય કરાવ્યો.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ X (પહેલાનું ટ્વીટર) પર આમિર હુસૈનનો એક વીડિયો ફરીથી પોસ્ટ કર્યો. તેણે લખ્યું - "આમિરની આ ભાવનાત્મક સ્ટોરી અદ્ભુત છે! અમે તમારી હિંમત, રમત પ્રત્યેના સમર્પણ અને પ્રતિકૂળ સંજોગોમાં પણ ક્યારેય હાર ન માનવાની ભાવનાને સલામ કરીએ છીએ. અદાણી ફાઉન્ડેશન ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે અને તમને આ અનોખી યાત્રામાં શક્ય તમામ સહયોગ આપશે. તમારો સંઘર્ષ આપણા બધા માટે પ્રેરણારૂપ છે.