Uttar Pradesh: ગાયની કતલ કરતાં ગૈારક્ષકો પકડાયા

બરેલીના ત્રણ ગૈરક્ષકોને ગાયની તસ્કરી કરતી વખતે રંગે હાથ પકડીને પોલીસે તેમની સામે શનિવારે ગુનો નોંધ્યો હતો. આ ત્રણમાં બરેલી ગૈારક્ષક કર્ણી સેનાના વડા રાહુલ સિંઘ પણ હતા જેમની સામે કહેવાતી રીતે ગાયની હત્યા કરવાનો આરોપ નોંધાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગૈારક્ષકોની ટોળીને જ્યારે આત્મસમર્પણ કરવા માટે જણાવ્યું ત્યારે તેમણે પોલીસ પર ફાયરીંગ કર્યું હતું.

Courtesy: indiatoday

Share:

બરેલીના ત્રણ ગૈરક્ષકોને ગાયની તસ્કરી કરતી વખતે રંગે હાથ પકડીને પોલીસે તેમની સામે શનિવારે ગુનો નોંધ્યો હતો. આ ત્રણમાં બરેલી ગૈારક્ષક કર્ણી સેનાના વડા રાહુલ સિંઘ પણ હતા જેમની સામે કહેવાતી રીતે ગાયની કતલ કરવાનો આરોપ નોંધાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગૈારક્ષકોની ટોળીને જ્યારે આત્મસમર્પણ કરવા માટે જણાવ્યું ત્યારે તેમણે પોલીસ પર ફાયરીંગ કર્યું હતું. 

પોલીસે સર્કલ ઓફિસર હર્ષ મોદીએ જણાવ્યું હતું કે, અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસે ભોજીપુરા વિસ્તારમાં આવેલી દેવારાનીયા નદી પાસે તપાસ હાથ ધરી ત્યારે સિંઘ અને તેના સાથી દારો કહેવાતી રીતે ગાયની હત્યા કરી રહ્યાં હતા. જ્યારે પોલીસે તેમને આત્મસમર્પણ માટે જણાવ્યું ત્યારે તેમણે પોલીસ પર ફાયરીંર કર્યું. પોલીસે આત્મ રક્ષણમાં ફાયરીંગ કરીને ત્રણ જણની અટકાયત કરી જેમાં મહોમ્મદ સઈદ ખાન, દેવેન્દ્ર કુમાર અને અક્રમનો સમાવેશ થાય છે. 

રાહુલ અને તેના અન્ય સાગરિતો ઘટના સ્થળથી નાસીછુટ્યા હતા અને તેમને પકડવા માટે ગતિવીધી તેજ કરી દેવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ગૈાહત્યા માટે વપરાયેલા ઓજારો કબ્જે લીધાં છે. પોલીસે જણાવ્યું હતું કે રાહુલ સિંઘ સહિત પાંચ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બરેલીના પોલીસ વડા મુકેશ ચંદ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, પાંચેયની સામે આઈપીસીની કલમો અંર્તગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.