દારુ, લાઉડ મ્યુઝિકની સાથે ભગવાન શિવની તસવીર...સનબર્ન મહોત્સવના આયોજકો વિરુદ્ધ થઈ FIR

APPના નેતાએ કહ્યું કે, તેઓએ સરકાર પાસે આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે, આપણા સનાતન ધર્મનું અપમાન થયું છે.

Share:

હાઈલાઇટ્સ

  • ગોવામાં થયુ ભગવાન શિવનું અપમાન, થઈ ફરિયાદ
  • સનબર્ન ફેસ્ટિવલમાં દારુ વચ્ચે ભગવાન શિવની તસવીર
  • આપ અને કોંગ્રેસે સ્થાનિક પોલીસને કરી ફરિયાદ

પણજીઃ કોંગ્રેસ નેતા અને આમ આદમી પાર્ટી ગોવાએ અહીં સનબર્ન ઈડીએમ ઉત્સવના આયોજકો વિરુદ્ધ ભગવાન શિવનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. કોંગ્રેસ નેતા વિજય ભીકેએ સનબર્નના આયોજકો વિરુદ્ધ માપુસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિત પાલેકરે કહ્યું કે, સનાતન ધર્મની લાગણી દુભાવવા બદલ આયોજકો વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ. 

ભગવાન શિવની તસવીરનો ઉપયોગ 
લોકપ્રિય નૃત્ય સંગીત સમારોહ સનબર્ન 28 ડીસેમ્બરના રોજ ઉત્તર ગોવાના વાગાટોરમાં શરુ થયો હતો. જે 30 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયો છે. પાલેકરે શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે જોયું કે, ઉત્સવ દરમિયાન ભગવાન શંકરની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકો જ્યારે નશામાં હતા અને નાચી રહ્યા હતા ત્યારે એલઈડી સ્ક્રીન પર આ તસવીર રજૂ કરવામાં આવી હતી. 

આયોજકો વિરુદ્ધ ફરિયાદ 
આપના નેતાએ કહ્યું કે, અમે સરકાર સામે માગણી કરી છે કે આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આનાથી અમારા સનાતન ધર્મની પવિત્રાનું અપમાન થયુ છે. ઈડીએમ ઉત્સવ દરમિયાન જ્યાં દારુની રેલમછેલ હોય છે, ત્યાં અમારા ભગવાનની તસવીરનો ઉપયોગ કરવો યોગ્ય નથી. અમે પોલીસને ફોન કરીને સનબર્ન ઉત્સવના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, તેમને કોંગ્રેસ પાર્ટી તરફથી ફરિયાદ મળી છે અને તેઓ તપાસ કરી રહ્યા છે.