'મસ્જિદો ખાલી કરો, નહીં તો..', BJPના નેતા ઈશ્વરપ્પાએ ફરી ઓંક્યુ ઝેર

કર્ણાટકના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ ભાજપના કેએસ ઈશ્વરપ્પાએ કહ્યું કે, જે જગ્યાએ મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું છે એ ફાયદાકારક હશે, પણ તમે પોતાની મરજીથી ખાલી કરો.

Share:

હાઈલાઇટ્સ

  • ભાજપના ફાયરબ્રાંડ નેતાએ ફરી ઓંક્યું ઝેર
  • મસ્જિદોને તમારી રીતે ખાલી કરી દેજોઃ ઈશ્વરપ્પા
  • જો આવું નહીં તો પરિણામ ગંભીર આવશે, આપી ચેતવણી

બેંગાલુરુઃ કર્ણાટકના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેએસ ઈશ્વરપ્પાએ રવિવારે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ બેલગાવીમાં એક હિંદુ કાર્યકર્તા સંમેલનને સંબોધન કરતા મુસ્લિમોને કથિત રીતે ધ્વસ્ત મંદિરોની જગ્યાએ બનેલી મસ્જિદોને ખાલી કરવા માટે કહ્યું. જો તેઓ આવું નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવાની પણ ચેતવણી આપી હતી. ઈશ્વરપ્પાએ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, મથુરા સહિત વધુ બે જગ્યાએ વિવાદ ચાલી રહ્યો છે. એક વાર કોર્ટનો નિર્ણય આવી જાય, એ પછી આજે આવે કે કાલે, અમે મંદિરોનું નિર્માણ આગળ વધારીશું. આ અંગે કોઈ શંકા નથી. 
 
પોતાની મરજીથી ખાલી કરી દેજો 

કર્ણાટકના પૂર્વ મંત્રીએ કહ્યું કે, જે જગ્યા માટે જ્યાં મસ્જિદોનું નિર્માણ કરવામાં આવ્યું એ કદાચ ફાયદાકારક હશે. જો તમે પોતાની મરજીથી એને ખાલી નહીં કરો તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. કેટલાં લોકો મરશે અને શું થશે એ અમે જાણતા નથી. જો કે, આવું પહેલીવાર નથી બન્યું કે, ભાજપના ફાયરબ્રાંડ નેતાએ આવી ટિપ્પણી કરી હોય. ગયા ડિસેમ્બરમાં પણ ઈશ્વરપ્પા ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે તેઓએ કહ્યું હતું કે, દેશમાં મંદિરોને નષ્ટ કરીને બનાવેલી એક પણ મસ્જિદને છોડવામાં આવશે નહીં. 

મસ્જિદોને છોડવામાં નહીં આવે 
ઈશ્વરપ્પાએ રાજ્યના ગડક વિસ્તારમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, અમારા મંદિરોને તોડીને બનાવેલી મસ્જિદોને છોડવામાં આવશે નહીં. આ દેશમાં આવી એક પણ મસ્જિદો ટકશે નહીં, આ મારો ખાનગી વિચાર છે. ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે, 22 જાન્યુઆરીના રોજ આખા વિશ્વની નજર અયોધ્યા તરફ હશે. કાશી વિશ્વનાથ મંદિરના મામલે હાલ કોર્ટમાં કાર્યવાહી હિંદુઓના પક્ષમાં છે. મથુરામાં કૃષ્ણ મંદિરના સર્વેક્ષણ માટે આદેશ આપવામાં આવ્યો છે. બધુ જ એક પછી એક થશે. ઈશ્વરપ્પાએ આ પહેલાં એપ્રિલ, 2023માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં એવું કહીને વિવાદ ઉભો કર્યો હતો કે, ચૂંટણી જીતવા માટે ભાજપને મુસ્લિમ વોટોની કોઈ જરુર નથી.