જગત જમાદાર અમેરિકામાં કોરોનાએ લીધો ભરડોઃ દર અઠવાડીયે 1500 લોકોના મોત

કોરોના જ્યારે પીક પર હતો અને તે સમયે જે રીતે લોકો મરતા હતા કંઈક એવી જ રીતે અત્યારે અમેરિકામાં કોરોનાના કારણે લોકો મરી રહ્યા છે. કારણ કે દર અઠવાડીયે કોરોના વાયરસના કારણે 1500 લોકોના મોત એ અમેરિકા માટે ચિંતાજનક આંકડો કહેવાય. 

Share:

હાઈલાઇટ્સ

  • અમેરિકાના લોકોને હંફાવી રહ્યો છે કોરોના
  • દર અઠવાડીયે 1500 લોકોના મોત એ સામાન્ય આંકડો ન કહેવાય

વિશ્વમાં એક સમય એવો હતો કે જ્યારે કોરોનાએ મહામારી બનીને વિશ્વના કેટલાય દેશોની કમર તોડી નાંખી હતી. લાખો લોકોના કોરોનાના કારણે મોત થયા હતા. અત્યારે વિશ્વના કેટલાય દેશોમાં કોરોનાના કેસો ઓછા થઈ ગયા છે. 

પરંતુ અમેરિકામાં કોરોના હજી લોકોને હંફાવી રહ્યો છે. દર અઠવાડીયે સેંકડો અમેરિકન્સ કોરોનાથી મરી રહ્યા છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 9 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં, સંપૂર્ણ ડેટાના છેલ્લા સપ્તાહમાં, કોવિડથી 1,614 મૃત્યુ થયા હતા. છેલ્લા ચાર અઠવાડિયાના સંપૂર્ણ ડેટા સરેરાશ 1,488 સાપ્તાહિક મૃત્યુ દર્શાવે છે.

CDC ડેટા દર્શાવે છે કે 9 જાન્યુઆરી, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં નોંધાયેલા 25,974 મૃત્યુના ઉચ્ચ સ્તર કરતાં, તેમજ અગાઉના શિયાળામાં જોવા મળતા સાપ્તાહિક મૃત્યુ કરતાં આ કોવિડ મૃત્યુના આંકડા હજુ પણ ઓછા છે.

Tags :