Kutch: નશાના કાળા કારોબારનો પર્દાફાશઃ હેરોઈન સાથે દંપતિની ધરપકડ

SOGએ મેઘપર બોરિચીના રહેણાંકમાંથી 1.12 કરોડની કિંમતનો હેરોઇન અને અફીણનો રસ પકડી પાડ્યો છે, સાથે આ દંપત્તિની ધરપકડ કરી છે. 

Share:

હાઈલાઇટ્સ

  • કચ્છમાં ભાડાના મકાનમાં રહીને આ લોકો કરતા હતા ડ્રગ્સનો વેપાર
  • SOG ને આ મામલે બાતમી મળી હતી અને તેના આધારે તેઓએ રેડ કરીને આ દંપતિને ઝડપી પાડ્યું છે. 

કચ્છમાંથી ફરીથી એકવાર માદક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પૂર્વ કચ્છમાંથી SOGએ 1 કરોડથી વધુના હેરોઇન અને અફીણના રસ સાથે પતિ-પત્નીન ઝડપી પાડ્યા છે. SOGએ મેઘપર બોરિચીના રહેણાંકમાંથી 1.12 કરોડની કિંમતનો હેરોઇન અને અફીણનો રસ પકડી પાડ્યો છે, સાથે આ દંપત્તિની ધરપકડ કરી છે. 

આ રાજસ્થાની પતિ-પત્ની છેલ્લા 5 મહિનાથી અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા. આ લોકો અહીંયા રહીને ખતરનાક નશાનો વેપાર કરતા હતા. આ લોકો રાજસ્થાનથી હેરોઈન અને અફીણ લાવીને તેને અહીંયા વેચતા હતા. SOG ને આ મામલે બાતમી મળી હતી અને તેના આધારે તેઓએ રેડ કરીને આ દંપતિને ઝડપી પાડ્યું છે.